રોટરી ક્લબ ઓફ રાજપીપલા નર્મદા ડેમ નો 12 મો અને રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો 5 મો પદ ગ્રહણ સમારોહ યોજાયો. રોટરી પ્રેસિડેન્ટ તરીકે તૃષાલ પટેલે શપથ લીધા .

રાજપીપલા તા 9

રોટરી ક્લબ ઓફ રાજપીપલા નર્મદા ડેમ નો 12 મો અને રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો 5 મો પદ ગ્રહણ સમારોહ યોજાયોહતો .જેમા રોટરી પ્રેસિડેન્ટ તરીકે
તૃષાલ પટેલે શપથ લીધા હતા .
ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રો. પ્રશાંત જાની હાજર રહ્યા હતા.
અને રોટરેક્ટ પ્રેસિડેન્ટ તરીકે રો. દર્શિત પંચોલી એ શપથ લીધી જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે એ. ડીઆરઆર. કુણાલ જોશી જોડાયા હતા.
રાજપીપલા તથા આજુબાજુના વિસ્તારમાં સેવાકીય કાર્યો કરવા માટે કટિબદ્ધતા જણાવીહતી . રોટરી ક્લબ ઓફ રાજપીપળા દ્વારા દર વર્ષે મેડીકલ કેમ્પ, નોટબુક વિતરણ , રેઇનકોટ વિતરણ, જરૂરિયાત મંદોને કપડા વગેરે જેવા સેવાકીય કાર્યો કરવામાં આવતા હોવાનુજણાવ્યા હતા

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા