રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો.

રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો.
પોલીસને કારની તપાસ કરતા કારમાંથી ઇંગ્લિશ દારૂ ના હોલ નંગ.158 કી.રૂ.129575/- ના મુદામાલ ઝડપી પાડ્યો.
બે લાખની કાર સહિત કી.રૂ.329575/- નો કુલ મુદામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી રાજપીપળા પોલીસ.
દારૂ ભરેલી આઈ 10 કારનો અકસ્માત કરી મુદ્દામાલ છોડી નાસી છુટેલ બંને આરોપીઓ ઝડપાયા.
રાજપીપળા,તા. 1
રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડલ ગામના વળાંક પાસે ગેરકાયદેસર વગર પાસ પરમીટે નો દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો હતો.પોલીસે કારની ઝડતી લઇ તપાસ કરતા તેમાંથી રૂ.129575/-ની કિંમતનો દારૂ રાજપીપળા પોલીસને મળી આવ્યો હતો. દારૂ ભરેલી આઈ 10 કારનો અકસ્માત કરી મુદ્દામાલ છોડીને આરોપીઓ નાસી છૂટતા રાજપીપરા પોલીસે ઘટના સ્થળેથી પોલીસે ઇંગ્લિશ દારૂ ના હોય 158 કી.રૂ. 129575/- ના મુદામાલ તથા બે લાખની કાર સહિત કી.રૂ.329575/-નો કુલ મુદામાલ ઝડપી ફરાર બંને આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી અહેકો ચપકભાઈ ફતેસીંગભાઈએ આરોપી સોનુભાઈ ઉર્ફે સરદાર મહેન્દ્રસિંગ રાઠોડ, અશોક છોડીપ્રસાદ ગુપ્તા બંને (રહે,અમદાવાદ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજાની હોન્ડાઈ કંપનીની આઈ 10 ગાડી રજીસ્ટર નંબર જીજે 01 આરજે 1250 ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ના હોલ નંગ 158 કિં.રૂ.129575/- ના મુદ્દામાલ ની હેરાફેરી કરતા હતા તે વખતે મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ નજીક રોડના વળાંકમાં અકસ્માત કરી નાસી છૂટયા હતા. પોલીસે કુલ કિં. રૂ.129575 /- તથા આઈ 10 ગાડી ની કિં. રૂ.200000/- નો મુદ્દામાલ મળીની કિં. રૂ. 329575/- નો મુદ્દામાલ ઝડપી આરોપીઓ સોનુ ઉર્ફે સરદાર મહેન્દ્રસિંગ રાઠોડ, અશોક છોડીપ્રસાદ ગુપ્તા બંને (રહે,અમદાવાદ) અને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા