અભિવાદન સમિતિ કાગળ પર: નમસ્તે ટ્રમ્પ વેબસાઈટ પર

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને લઈને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ વચ્ચે નમસ્તે ટ્રમ્પને લઈને એક વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટનું નામ છે. namastepresidenttrump.in આ વેબસાઈટ પર લખ્યું છે કે, નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ. આ ઉપરાંત વેબ પોર્ટલ પર અનેક તસવીરો અને સ્લાઈડ શો સાથે લખ્યું છે કે, અમરિકાના સન્માનનીય રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં આપણે ઐતિહાસિક ઈવેન્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, સાથે જ આપણે આપણી સંસ્કૃતિ, વિવિધતા અને સૌથી પહેલા અતિથિ દેવો ભવ:ની ભાવનાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની અભૂતપૂર્વ તક મળશે.