*છેલ્લાં 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો સેન્સેક્સ 988 પોઇન્ટ અને નિફ્ટી 300 પોઇન્ટ તૂટ્યા*

અમદાવાદ: ભારતીય શેરબજારમાં છેલ્લા 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.બજેટમાં કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાત નહીં આવતાં બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. બેન્ક નિફ્ટીમાં પણ 1000 પોઇન્ટ કરતાં વધુનો કડાકો થતાં બેન્ક નિફ્ટી 29,000ની નીચે સરક્યો હતો. સરકારી કંપનીઓમાં પણ ભારે વેચવાલીને પગલે પીએસયુ ઇન્ડેક્સ પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. જેથી સેન્સેક્સ 988 પોઇન્ટ તૂટીને 39,736 અને નિફ્ટી ઇન્ડેક્સ 300 પોઇન્ટ તૂટીને 11,662ના સ્તરે બંધ થયા હતા. મિકડેક ઇન્ડેક્સ 490 પોઇન્ટ તૂટ્યો હતો.