દૂધના ટેન્કરમાંથી ૧૫ લાખનો દારૂ પકડાયો

રાજકોટ: ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. રાજસ્થાનના ભાટીપ ગામના વરધારામ બીસનોઇ દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવી ૧૫ લાખનો દારૂ છૂપાવી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ પરથી વિદેશી દારૂની ૫૮૩૨ બોટલ, જેની કિંમત ૧૫ લાખ, એક મોબાઇલ સહિત કુલ ૩૦,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.