લવ જેહાદના મુદ્દે ફોન પર મળેલી ધમકી ફરિયાદ બાદ સાંસદ મનસુખભાઈ વસાવાને મળી સુરક્ષા

લવ જેહાદના મુદ્દે ફોન પર મળેલી ધમકી ફરિયાદ બાદ સાંસદ મનસુખભાઈ વસાવાને મળી સુરક્ષા

રાજપીપળા ખાતે તેમના નિવાસ સ્થાને
1 પોલીસ જવાન અને 2 હોમગાર્ડ જવાનો પહેરો ગોઠવાયો

રાજપીપળા, તા 5

લવ જેહાદના મુદ્દે ફોન પર મળેલી ધમકી ફરિયાદ બાદ સાંસદ મનસુખભાઈ વસાવાને પોલીસ સુરક્ષા મળી છે.રાજપીપળા ખાતે તેમના નિવાસ સ્થાને
1 પોલીસ જવાન અને 2 હોમગાર્ડ જવાનો પહેરો ગોઠવાયોછે.

ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર ‘લવ જેહાદ’નો કાયદ લાવે તેવી ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય મંત્રી ને પત્ર લખી સૌ પ્રથમ માંગ
કરી હતી. હવે આ મુદ્દે તેમને વિદેશથી ધમકી મળી હતી તે વખતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ‘લવ
જેહાદ’નો કાયદો બનવો જોઈએ. જેથી કોઈ હિંદુ યુવતી ‘લવ જેહાદ’ જેવા ષડ્યુંત્રનો ભોગ ન બની શકે. વિદેશી તાકાતોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો
દ્વારા દેશની હિંદુ યુવતિઓને ફસાવવાનું ષડ્યુંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ‘લવ જેહાદ’નો આ મુદ્દો ઉઠાવતા ખળભળાટ
મચ્યો હતો. બીજી તરફ ભાજપના જ લઘુમતી મોરચાના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો. હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાને ‘લવ જેહાદ’ના મુદ્દે
વિદેશમાંથી અને ગુજરાતમાંથી અમુક સંગઠનો દ્વારા ધમકીઓ મળી હતી. આ બાબતે ભરુચ પોલીસ વડા ને ફરિયાદ પણ કરી હતી. બાબતે સાંસદ મનસુખ વસાવા એ uk અને up
માંથી અનેક ફોન નંબર પરથી ધમકી ભર્યા ફોન આવ્યા નું નર્મદા જિલ્લા પોલીસ વડા અને ભરૂચ sp ને નંબર આપી જાણ કરવામાં આવી હતી જે બાબત નેજિલ્લા પોલીસ વડા એ ગંભીરતા લઈ આજે રાજપીપલા તેમના નિવાસસ્થાને 1 પોલીસ જવાન અને 2 હોમગાર્ડ જવાનો નો સુરક્ષા આપવામાં આવી છે જે
પોલીસ જવાનો હાલ ખડે પગેસાંસદ ના ઘર પાસે બેસી સુરક્ષા કરી રહ્યા છે.

તસવીર: જયોતિ જગતાપ, રાજપીપળા