ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કેન્દ્રીય બજેટને આવકાર્યું. તેણે કહ્યું કે આ બજેટ તમામ વર્ગને અનુકૂળ આવે તેમ છે. ક્યાં સેકટરમાંથી રોજગારી મળે તેની વ્યવસ્થા ઉભી કરી છે. આ બજેટ ભારતને વિશ્વમાં નંબર-3 પર લઈ જનારું છે. ગુજરાત ટુરિઝમ વધુ ડેવલપમેન્ટ થાય તે પગલાં લેવાયા છે. તો ગુજરાતમાં શરૂ કરેલી યુનિવર્સિટી દેશના અન્ય રાજ્યોમાં જોવા મળશે.
કેન્દ્રીય બજેટ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું હતુ કે સર્વાંગી વિકાસનું બજેટ છે.દેશની સુરક્ષા માટે પણ બજેટમાં પ્રાધાન્ય અપાયું છે. પગારના આવકથી ચાલતા વર્ગ માટે ઇન્કમ ટેક્ષની મર્યાદા વધારાઈ છે. શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોગવાઈ વધારી છે. તો બેન્કોને પણ ઓછી વ્યાજ વાળી સહાય લોકોને મળે તે માટે મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.બીજી તરફ સૂર્યશક્તિ અને પવન શક્તિનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવાની નીતિ જાહેર કરાઈ છે. સસ્તી વીજળી પ્રાપ્ત થાય તેવી સોલારથી વીજળી મેળવવા યોજના અમલમાં મૂકી છે. રણ અને સેમી રણ વિસ્તારમાં સોલાર માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવા યોજનાનો વ્યાપ વધારવા જોગવાઈ કરી છે.