*એસ.ટી. વિભાગની 3742 બસમાં ફાસ્ટેગ લગાવવા 33.67 કરોડ જમા કરાવીયા*

વડોદરાઃ રાજયના એસ.ટી.નિગમ દ્વારા તમામ બસોમાં ફાસ્ટેગ લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.હાલમાં પ્રાથમિક તબક્કે 3742 બસમાં ફાસ્ટેગ લગાવાયા છે. જ્યારે આગામી સમયમાં બાકી રહેલી તમામ બસોમાં ફાસ્ટેગ લાગશે. બસના ફાસ્ટેગના વોલેટમાં કુલ 33.67 કરોડ જમા કરાવાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યો છે.જેના માટે રાજ્ય સરકારના એસ.ટી. નિગમ દ્વારા સેન્ટ્રલ ઓફિસથી તમામ બસો માટે કાર્યવાહી થઇ છે