*પાટીદારો પર લાઠીચાર્જ મુદ્દે શિવાનંદ ઝા સામે તપાસની માગ કરતી અરજી ફગાવાઈ*

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયાં હતાં. આ અંગે તત્કાલીન પોલીસ કમિશનર અને હાલમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા, તત્કાલીન સેક્ટર-1 રાજીવ રંજન ભગત સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવા માટે કરાયેલી અરજી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ ફગાવી દીધી છે. કોર્ટના આ હુકમથી પોલીસ અધિકારીઓને રાહત થઇ છે.