બોર્ડિંગ પાસ ફોર સકસેસ ના સ્પીકર તરફથી અસરકારક બોલવાની ટીપ્સ: ખુશ્બૂ વૈદ્ય.

https://youtu.be/HBkdeBVwHP8

જેમ યોગ્ય રીતે કહેવામાં આવે છે કે “સ્પિક યોર માઈન્ડ ઇવન ઇફ યોર વોઇસ શેઇકસ”

ઘણા બધા પરિબળો છે,કે જે તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં ફાળો આપે છે,અને તમને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. પરંતુ અસરકારક બોલવું અને મન ખોલીને બોલવું એ કોઈ પણ ક્ષેત્રમાં મોટા પાયે સફળતા મેળવવામાં મદદ કરે છે.

હું પહેલા જ્યારે પણ સ્પીચ આપતી હતી, ત્યારે હંમેશા એવુ જ વિચારતી હતી, કે પ્રેક્ષકોને તે ગમશે કે નહીં?, શું તે પ્રભાવિત થશે કે નહીં?, વગેરે અને આ કારણે મારી સ્પીચ એટલી અસરકારક થતી ન હતી, જેવી હું ઇચ્છતી હતી. પછી એક વાર જયારે મેં સ્પીકિંગ કોન્ટેસ્ટમાં ભાગ લીધો ત્યારે મેં વિચાર્યું કે હું મન ખોલીને બોલીશ, બોલતી વખતે મારી જાત જોડે સાચા રહેવાનું નક્કી કર્યું, અંદરથી જે આવે છે તે બોલવાનું મેં નક્કી કર્યું, મેં અપેક્ષા વિના બોલવાનું નક્કી કર્યું, મેં પ્રેક્ષકો માટે ફક્ત સારા વિચારો અને સારા હેતુથી બોલવાનું નક્કી કર્યું અને જયારે એવી રીતે બોલી, ત્યારે જ પ્રેક્ષકો મારી સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શક્યા. ત્યારે મને સમજાયું કે ઘણી વખત જ્યારે આપણે બોલતા હોઈએ છીએ, ત્યારે પ્રેક્ષકોને એક અલગ એન્ટિટી તરીકે ગણીએ છીએ, જેના લીધે, આપણે ગભરાઇએ છીએ અથવા તે સ્ટેજ ફિઅર થાય છે. પણ તમે જયારે પોતાનું મન ખોલી સાચી ભાવનાથી બોલો છો, ત્યારે તમારા મન ની અંદર ભય માટે કોઈ જગ્યા નથી રહેતી. અહીં તમારી સાથે એ વિડિઓ શેર કરું છું, કે જ્યાં હું એ કોન્ટેસ્ટમાં પ્રથમ આવી હતી. સ્પીચ નું નામ હતું “Frequencies ઓફ માઇ લાઈફ “.

હું તમારી જોડે 4 C’s શેર કરીશ જે તમને અસરકારક બોલવામાં મદદ કરશે:

1) Clearly (સ્પષ્ટતાથી): એ ધ્યામ માં રાખવું કે બોલતી વખતે તમારું ઉચ્ચારણ અને અવાજ સ્પષ્ટ અને શ્રાવ્ય હોય.

2) Confidently (આત્મવિશ્વાસથી): હંમેશાં ધ્યાનમાં રાખો કે તમે જે બોલી રહ્યા છો તે શા માટે બોલી રહ્યા છો.? તમારા જુસ્સાને તમારા શબ્દો દોરવા દો. જો ભૂલ પણ થાય ક્યારેક, તો તેનાથી પોતાને ડીમોટીવેટ ન થવા દેતા. અનુભવથી જ શીખાય છે.

3) Calmly (શાંતિથી): મગજ ને ઠંડુ રાખી તમારા વિચારોને શાંતિથી શેર કરો પરંતુ તેની સાથે, પ્રતીતિ સાથે બોલવાનું ભૂલશો નહીં.

4) Creatively (સર્જનાત્મક રીતે): વાર્તા કહેવાની રીતમાં તમારા શબ્દોને સર્જનાત્મક રીતે ચિત્રિત કરો. જે પ્રેક્ષકોને engaged રાખી શકે. પ્રેક્ષકો પ્રત્યેના તમારા શકારાત્મક ઇરાદાની જોડે તમારી સ્પીચ structured પણ હોવી જોઈએ.

અસરકારક બોલવું એ એક શક્તિશાળી નેતૃત્વનું લક્ષણ છે. કોઈપણ નેતાને જુઓ, લોકો તેમને માન આપે છે અને તેનું પાલન કરે છે. કારણ કે તેઓ પોતાના મનનું બોલે છે, પોતાનું દ્રષ્ટિકોણ દર્શાવે છે અને લોકોને તે કરવા માટે પ્રોત્સાહિત કરે છે. Inspiring વિડિઓઝ માટે તમે Boarding Pass For Success ની YouTube ચેનલ પર પણ જઇ શકો છો.

*ખુશ્બૂ વૈદ્ય.*