આ યુગમાં જ્યાં કેરિયરના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યાં વિદ્યાર્થીઓ અને માતાપિતાને આ પ્રશ્ન હોય છે કે તેમના બાળક માટે યોગ્ય માર્ગ શું છે! બીજા શુ કરે છે એને ફોલ્લૉ કરવા કરતા વિદ્યાર્થીઓ પોતે શું કરવું છે એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે એ રીતે વિચારે એ ખૂબ મહત્વનુ છે. ખાસ કરીને વિજ્ઞાન , ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રમાં, જેને ‘STEM Education’ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિદ્યાર્થીઓ માટે ઘણા બધા વિકલ્પો અને તકો છે જેની જાણ બહુ ઓછા લોકો ને હોય છે. આ તકો સમજવા માટે, વિદ્યાર્થીઓ અને માતાપિતાએ યોગ્ય માહિતી મેળવવાની જરૂર છે અને તે પણ યોગ્ય લોકો પાસેથી, જે આ STEM ક્ષેત્રોમાં પહેલાથી કાર્યરત છે.
આનો ઉકેલ લાવવા, Boarding Pass For Success એ બે initiatives લીધા છે:
1) STEM કેરિયર ટોક્સ: STEM કેરિયર ની મૂલ્યવાન માહિતીઓ નો ખજાનો એમની YouTube ચેનલ પર, જ્યાં તેવો ઇન્ડિયા, અમેરિકા અને કેનેડા ના એન્જીનીયર્સ અને રિસર્ચર્સ ના ઇન્ટરવ્યૂ લે છે, જેઓ MIT, IIT, Google, Amazon જેવી સંસ્થાઓ અને યુનિવર્સિટી થી છે અને તેવો એમની જર્ની શેર કરે છે કે ત્યાં કઈ રીતે પોહોચ્યાં, ઇન્ડસ્ટ્રી ની જરૂરીયાતો શું છે, જોબ માર્કેટ કેવું છે, અને બીજું ઘણું બધું. વિવિધ STEM ક્ષેત્ર જેમકે રોબોટિક્સ, ડેટા સાયન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મિકેનિકલ, સિવિલ, કેમિકેલ, ઇલેકટ્રોનિક્સ ની માહિતી જે વિદ્યાર્થીઓ અને માતાપિતાને મદદગાર થઇ શકે. તેઓ દર અઠવાડિયે ઇન્ટરવ્યૂ અપલોડ કરે છે એમની Boarding Pass For Success ની YouTube ચેનલ પર, તેથી તમે SUBSCRIBE કરી શકો વધુ માહિતી માટે.
2) STEM કેરિયર પ્લાન: Boarding Pass For Success ની ટીમ એવું માને છે કે કોઈપણ વિદ્યાર્થીને એના પાછલા ગ્રેડ અથવા પરિણામને પ્રમાણે judge કર્યા વિના અગર યોગ્ય દિશા આપવામાં આવે તો અજાયબીઓ કરી શકે છે. આનું માર્ગદર્શન આપવા માટે, તેઓ માતાપિતા અને વિદ્યાર્થીઓ સાથે 1-1 સેશન પણ રાખે છે, જેમાં તેઓ STEM કારકિર્દીની સ્પષ્ટતા મેળવી શકે, એમના ઇન્ટરેસ્ટ ને STEM education જોડે કઈ રીતે કનેક્ટ કરી શકાય એ જાણી શકે, અને એક ઇફેકટીવ કેરિયર પ્લાન બનાવવા માં ગાઈડન્સ આપે છે. જો તમને સેશન ગોઠવવું હોય તો તમે એમને bpass2211@gmail.com પર ઇમેઇલ કરી શકો છો.