નર્મદા જિલ્લામાં 21 દિવસનું વેકેશન શરૂ.
બીજું શૈક્ષણિક સત્ર 40 દિવસ લાંબુ હશે.
દિવાળી વેકેશન વહેલું શરૂ થતા બીજું શૈક્ષણિક સત્ર લંબાશે.
ચાલુ વર્ષમાં 21 દિવસનું વેકેશન બે અઠવાડિયા વહેલું શરૂ થયું છે : ધોરણ 9-12 માટે સ્કૂલો ખોલવાની વિચારણા
રાજપીપળા, તા. 2
નર્મદા જિલ્લામાં 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે પહેલીવાર આ વખતે કોરોનામાં વિદ્યાર્થીઓ વગર સ્કૂલો ચાલી અને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું.સ્કૂલોમાં વર્ગખંડો અને શાળાના મેદાનો વિદ્યાર્થીઓ વિના સુમસામ અને ખાલીખમ અને ભેંકાર ભાસતા હતા.
જોકે આ વર્ષે ગુજરાતના સ્કૂલોમાં બે અઠવાડિયા વહેલું દિવાળી વેકેશન આપી દેવામાં આવ્યું છે.આ વખતે 29 ઓક્ટોબર થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણએ જણાવાયું છે કે સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લંબાવાની રાખવા માંગે છે.બીજું સત્ર 150- 155 દિવસ વધુ લાંબો છે. જેથી આગળના સત્રમાં જે સમય વેડફાયો તેની ભરપાઈ કરી શકાય. ગુજરાત સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9 -12 ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી શકે છે.સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાય છે,તે આવતા વર્ષે મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે.તેમ સૂત્રો ને કહેવું છે. સૂત્રોએ વધુમાં જણાવ્યા અનુસાર અન્ય ધોરણની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલ માં લેવાતી હતી, તે જૂન 2021માં લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત મહિનાથી સ્કૂલો અને કોલેજો બંધ વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ લેવામાં આવે છે. અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે.
50 વર્ષમાં પહેલીવાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડિયા પહેલાં શરૂ થયું છે આ સૂચવે છે કે દિવાળી પછી સ્કૂલ ખુલી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સંકલન શાળાઓનું શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમાં વહેંચાયેલુ હોય છે. પહેલું સત્ર જૂન મહિનામાં શરૂ થાય છે અને એકસો પાંચ પહેલું સત્ર જૂન મહિનામાં શરૂ થાય છે અને 105 દિવસનું હોય દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂરું થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલા શરૂ થાય છે અને દેવદિવાળીની આસપાસ પૂરું થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દિવાળી વેકેશનની જે તારીખો જાહેર કરી છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે. કે તેમને બીજું સત્ર 40 દિવસ જેટલું લાંબુ રાખવાની યોજના બનાવી છે. શહેરી વિસ્તારોમાં ઓનલાઈન ક્લાસ સરળતાથી ચાલતા હશે,પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી સહિતની અન્ય સમસ્યા વિદ્યાર્થીઓને નડી રહી છે.તેથી દિવાળી વેકેશન પછી સ્કૂલ ખુલી શકે છે. અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો જાહેર કર્યા પછી સરકાર સ્કૂલોમાં કોર્સ પૂરો થાય તે માટે બધી બાજુથી પ્રયાસ કરી રહી હોય તેમ લાગે છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા