ચોમાસામાં ભારે વરસાદમાં મોટાભાગના ગામ તરફ જવાના રસ્તાઓનું ધોવાણ.
વાહનચાલકો, રાહદારીઓ પરેશાન.
કાચા રસ્તાઓ કાદવ-કીચડ વાળા થઈ જતાં વાહનો ફસાવાની ભિતી સેવાતા ગ્રામજનો પરેશાન.
રાજપીપળા,તા.27
ચાલુ વર્ષે નર્મદામાં છેલ્લા 15 દિવસથી સતત એકધારો ધોધમાર વરસાદ પડવાના કારણે નર્મદાના હાઈવેરોડ અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું ધોવાણ થયું છે.ચોમાસામાં ભારે વરસાદમાં મોટાભાગના ગામ તરફ જવાના રસ્તાનો ધોવાણ થતાં વાહનચાલકો, રાહદારીઓ પરેશાન થઈ ગયા છે.
જેમાં પૂર્વ મંત્રીના ગામડે ડેકાંઈ, ધામધરા ગામ તરફ જવાનો રોડ પર સેંકડો મસમોટા ખાડા પડી ગયા છે બે કિ.મી.નો રસ્તો પસાર કરતા ખાડા બચાવવા ધીમી સ્પીડે ચલાતા વાહનો 30 મિનીટ કરતા વધુ સમય લાગે છે.જેનાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. આ રોડ પર ભારે વરસાદમાં મોટા ખાડા પડી ગયા છે.જેમાં પડવા, વાગવા અને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.જો મંત્રીના જ ગામના રસ્તામાં ઠેકાણા ના હોય તો બીજા રસ્તાની કેવી હશે હાલત એવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.
જ્યારે ગરૂડેશ્વર તાલુકાના માંડણ ગામના ચીનકુવા ફળિયામાં જવાનો માર્ગ રસ્તો કાચો રસ્તો આવેલો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી થી એકદમ નજીકના અંતરમાં આવેલા ગામનો રસ્તો દર ચોમાસાની ઋતુમાં આ ધોવાઈ ગયો છે.ચોમાસાની ઋતુમાં રસ્તો ધોવાઈ જવાને કારણે રસ્તામાં મસમોટા ખાડો પડી બિસ્માર હાલતમાં ફેરવાઈ જવાથી રસ્તાની પારાવાર સમસ્યાથી ગ્રામજનો ગ્રામજનો કંટાળીને ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રસ્તો કાચો હોવાથી કાદવકીચડ થઇ ગયો છે. રસ્તો ધોવાઇ જવાને પગલે મસમોટા ખાડાઓ પડી જતા રસ્તો બિસ્માર થઈ ગયો છે. જેને પગલે કોઇ વાહન આવી શકતું નથી. આરોગ્યની ઇમરજન્સી 108 સહિતની સ્વાસ્થ્ય સેવાઓ મેળવી મુશ્કેલ થઈ પડી છે.
જ્યારે દેડિયાપાડાના માલ ગામથી મોહબીશીશા ગામને જોડતો કાચો રસ્તો ચોમાસામાં કાદવકીચડ થઇ ગયો છે.જેને પગલે ગામલોકોને આ રસ્તે નીકળવું ભારે મુશ્કેલી પડી રહ્યું છે.ચોમાસુની ઋતુ માં આ રસ્તો ખૂબ જ ધોવાય જવાને કારણે મોટા મોટા ખાડાઓ પડી જાય છે.ચોમાસામાં આખો રસ્તો કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફરવા જવાની પગલે વાહનચાલકોને વાહન કાઢવું મુશ્કેલ થઈ પડ્યું છે. તંત્ર આ રસ્તાના ખાડા પૂરે અને સમારકામ સત્વરે કરાવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા