*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 19/09/2020*

*ભણશે ગુજરાત દાવાઓ ખાશે ગુજરાત: પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા*
એક લાખે માત્ર 8 હજાર થયા પાસ ગુજરાત રાજ્યનું ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું 8.17 ટકા પરિણામ આવ્યું છે. 1 લાખ 32 હજાર 32 વિદ્યાથીઓ પૂરક પરીક્ષાના ફોર્મ ભર્યા હતા જેમાંથી 1 લાખ 8 હજાર 869 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કુલ 8 હજાર 890 વિદ્યાથીઓ પાસ થયા છે.
**
*ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત*
કેશુભાઈ પટેલના પર્સનલ આસિસ્ટન્ટનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના વાયરસની ચપેટમાં આવી છે. તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે. હાલ કેશુભાઈ પટેલ ગાંધીનગર ખાતે તેમના ઘરે જ ક્વોરન્ટીન છે.
**
*વડાપ્રધાનના જન્મદિવસે મહિલા ચિત્રકારે 70 બાળકોને દત્તક લીધા*
સુરત-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશમાં જુદી જુદી રીતે કરવામાં આવી અનેક ઠેકાણે મોદી ચાહકોએ અનોખા અંદાજમાં ઉજવણી કરી સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ પણ અનોખા અંદાજમાં 70 બાળકોને દત્તક લઈને ઉજવણી કરી છે
**
*રાજકોટમાં ડી-માર્ટ મોલને બદલ 25 હજારનો દંડ ફટકાર્યો*
માસ્ક વગર ફરતા 47 લોકોને 47 હજારનો દંડ ફટકારતી મનપા રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે બહારથી આવતા લોકો માટે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ
**
*અમેરિકામાં વાવાઝોડાને લીધે નાના જહાજ ડૂબ્યા*
પેનસાકોલા દરિયા કિનારે નાના જહાજ અને બોટનો તો કચ્ચરઘાણ વળી જતાં તે ડૂબી ગયા હતા અમેરિકામાં સૈલી વાવાઝોડું ફ્લોરિડા અને અલબામા પહોંચી ગયું છે.તેના લીધે એક વ્યક્તિ મૃત્યુ પામી હતી જોકે દરિયા કિનારે નાના જહાજ અને બોટનો તો કચ્ચરઘાણ વળી જતા તે ડૂબી ગયા હતા
**
*ગુજરાત સરકારે લોહી પરીક્ષણના મશીન ચીનથી ખરીદવા સોદો કર્યો*
*આ સોદા અંગે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ એમ કહે છે કે મને આ અંગે ખબર નથી ત્યારે સરકાર કોણ ચલાવે છે તેવો સવાલ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો*
રાજકોટ કેન્દ્ર સરકાર મેક ઈન ઈન્ડિયા અને આત્મ નિર્ભરતાની વાતો કરે છે ચીન સાથે ઘર્ષણના પગલે ચાઈનીઝ એપ્સ ઉપર પણ પ્રતિબંધ મુકે છે ત્યારે બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારે સિવિલ હોસ્પિટલોમાં બ્લડના કાઉન્ટ નક્કી કરવા લોહી પરીક્ષણ માટેના મશીનો કરોડોના ખર્ચે ખરીદવા ચીનની કંપની સાથે સોદો કર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો
**
*મોંઘવારી મંદી બેરોજગારીથી પ્રજા પીડિત કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઇલુ-ઇલુ*
વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનુ સરકાર સામે આક્રમક નહી સમર્થક હોય તેવુ વલણ રહ્યુ છે જેના કારણે જાણે વિપક્ષ જ ન હોય તેવુ ચિત્ર ખડુ થયુ છે કોંગ્રેસ માત્ર સરકાર સામે આક્ષેપોનો મારો કરીને સંતોષ માણી લેશે.
**
*હોસ્પિટલોમાં કોરોનાના નામે બેફામ લૂંટ કરી કમાણી જ કમાણી કરે છે*
*ખાનગી હોસ્પિટલમાં જુદાજુદા ખર્ચા ઉમેરીને લાંબુ બીલ કરી દર્દીઓને લૂંટવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે*
રાજકોટમાં કોરોનાની ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર શહેર હાલ કોરોનાના ભયના ઓથાર હેઠળ ફપડી રહ્યું છે.આ સ્થિતિમાં કોરોના પોઝીટીવ જે વ્યક્તિ આવી રહી છે તે અને તેમના પરિવારોની હાલત ભારે કફોડી બની રહી છે.
**
*બળાત્કારના કેસમાં સરકારનો નવો કાયદો દોષિતોને નપુંસક કરી નાખશે*
નવી દિલ્હી નાઇજીરીયાના કદુના રાજ્યના રાજ્યપાલે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ બળાત્કારના દોષિત વ્યક્તિને શસ્ત્રક્રિયા કરી નપુંસક કરવામાં આવશે
**
*સુરતમાં માસૂમ બાળા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની કેદ*
ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ તમામ હદો ઓળગી નાખી હતી બળાત્કારના કેસમાં આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડે તેમ છે; સુરત કોર્ટ
**
*ગૂગલે પ્લે સ્ટોર પરથી રિમૂવ કરાયા બાદ Paytm એપ પછી ફરી દેખાવા લાગી*
પેટીએમે ટ્વીટ કરી ગૂગલના એક્શનની પુષ્ટિ કરી હતપોલિસીનું ઉલ્લઘન કરતા ગૂગલે એપ રિમૂવ કરી હતી થોડા સમય માટે ગાયબ થઈ હતી
**
*ફીમા રાહત આપવા નિર્ણય કરે સરકાર: હાઈકોર્ટે*
બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમા રાહત આપવા તૈયાર નથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી.*
*દિલ્હી હાઈકોર્ટે કહ્યું શાળા ઈન્ટરનેટ કનેક્શન આપે*
બાળકોનું ભણતર ન અટકે તેના માટે તમામે પ્રયાસ કરવા પડશે દેશમાં ઓનલાઈન અભ્યાસ અંગે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે પ્રાઈવેટ અને સરકારી શાળાઓને આદેશ આપ્યો છે કે તે તેમના ત્યા ભણતા બાળકોને ઓનલાઈન ભણાવવા માટે ગેજેટ્સ અને ઈન્ટરનેટ કનેક્શન આપે પ્રાઈવેટ શાળા આના માટે રાજ્ય સરકાર પાસેથી પૈસા લઈ શકશે.
**
*સલમાન ખાન સહિત 8 બોલિવૂડ સેલિબ્રિટીને કોર્ટમાં હાજર થવાનો આદેશ*
સુશાંતના કેસમાં બિહારના મુઝ્ફ્ફરપુર જિલ્લા અદાલતમાં એક પીટિશન પર સુનાવણી કરવામાં આવી હતી જેમાં બોલિવૂડના 8 સેલિબ્રિટીને અદાલતમાં હાજર થવાનો આદેશ કરાયો છે
**
*24 સપ્ટેમ્બરથી રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત*
ખેડૂતો 3 કાયદાઓનો વિરોધ આખા દેશમાં કરી રહ્યા છે ખેડૂત સંગઠનોએ હવે 24 સપ્ટેમ્બરથી રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન ત્રણ દિવસ ચાલશે
**
*મહેસાણા:ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત*
ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ધીણોજ નજીક પેટ્રોલ પંપ પાસે 2 બાઈક સામ સામે ટકરાતાં ઘટના સ્થળે 3 વ્યક્તિઓના મોત થયા. ચાણસ્મા પોલીસ પહોંચી ઘટના સ્થળે થઇ આગળની કાર્વયાહી હાથ ધરી હતી
**
*ફી મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણપ્રધાનએ આપી પ્રતિક્રિયા*
શાળાઓમાં ફી મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કહ્યું કે તે હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. ફી ઘટાડવા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ વિભાગ બેઠક કરીને કોઈ જાહેરાત કરશે
**
*કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ*
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં સરકારે અલંગ મણાર ટીપી સ્કીમ મૂકી છે. જો કે આ ટી.પી સ્કીમમાં ખેડૂતોની 40 ટકા જમીન લઈ લેવાની વાત છે, ત્યારે ખેડૂતો દ્વારા આ ટીપી સ્કીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં આ સ્કીમ લાગુ થવા દેવાશે નહીં. ત્યારે આગામી સમયે આ મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી શક્યતા જોવા મળી રહી છે.
**
*બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સારવારના નામે છેતરપિંડી*
સારવારના નામે લોકો સાથે છેતરપિંડી વધી છે યોગ્ય સારવારને અભાવે લોકો મોતને ભેટે છે. ફરી એકવાર ધાનેરાની શ્રદ્ધા હોસ્પિટલમાં એક મહિલાના ગર્ભાશયના ઓપરેશન બાદ સતત રક્તસ્ત્રાવ થતા મહિલા મોતને ભેટી હતી પરિવારજનોએ ડોકટરની બેદરકારીના કારણે મોત થયા હોવાના આક્ષેપ કરતા મામલો ઉગ્ર બન્યો હતો
**
*શિક્ષકે લખેલી ટપાલ અધિકારીઓને દોડતા કરી દીધા*
માણસાના શિક્ષકે ભ્રષ્ટાચારના વિરોધમાં લખેલી એક ટપાલ હાલ વાયરલ થઇ છે. માણસા તાલુકા પંચાયતમાં શિક્ષણ ખાતામાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે શિક્ષકે ભ્રષ્ટાચાર કરનાર ક્લાર્કને ટપાલ લખી જેમા તેમણે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા મનહર પટેલે 600 શિક્ષકો પાસેથી વહીવટી કામ પતાવવાની લાંચ લીધી હોવાનો આક્ષેપ કર્યો છે
**
*રાજ્યમાં 22 એન્જિનિયરિંગ અને 13 ડિપ્લોમા કોલેજે કોર્સ ઘટાડવાની મંજૂરી માગી*
એક સમય એવો હતો કે જ્યારે એન્જીનિયરિંગમાં એડમિશન લેવા માટે કતારો લાગતી હતી પરંતુ આજે પરિસ્થિતી બદલાઇ છે. રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે.
**
*હોલ ટિકિટ મુદ્દે પરીક્ષાર્થીઓનો હોબાળો*
જૂનાગઢના કેશોદમાં PGCVL તેમજ જેટકોના એપ્રેન્ટીસે હોલ ટિકીટ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. પોરબંદર અને જૂનાગઢ હેઠળની કેશોદ વીજ કંપનીની વિભાગીય કચેરીના એપ્રેન્ટિસની પરીક્ષામાં હોલ ટિકીટ બાબતે ગોટાળા સર્જાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા. પરીક્ષાને આડે ફક્ત 2 દિવસ જ બાકી છે. હજુ સુધી હોલ ટિકીટ ન મળતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
**
*હૉસ્પિટલની બેદરકારીઅંતિમવિધિમાંથી મૃતદેહ પરત મંગાવ્યો*
રાજકોટ સિવિલ હૉસ્પિટલની એક પછી એક બેદરકારી બહાર આવી રહી છે. અકસ્માતમાં મોતને ભેટેલા એક વ્યક્તિનો મૃતદેહ તેમના પરિવારજનોને પોસ્ટ મોર્ટમ વગર જ સોંપી દેવામાં આવ્યો છે. જોકે, બાદમાં પોલીસે ફોન કરીને મૃતદેહ પરત મંગાવ્યો હતો
**
*હવે શિક્ષકોને મળશે ઉચ્ચ પગારનો લાભ*
રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે રાજ્ય સરકારે સારા સમાચાર આપ્યા છે જેને લઇને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે હવે ત્રિપલ સી કે ત્રિપલ સી પ્લસ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપવામાં આવશે.
**
*દુર્લભ ઘટના* *સુપ્રીમ કોર્ટે પોતાને જ ફટકારી નોટિસ*
સુપ્રીમ કોર્ટે પોતાને જ નોટિસ ફટકારી છે કોર્ટ ઉત્તર પ્રદેશના કેટલાક ન્યાયિક અધિકારીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી આ અરજીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતા વાળી કૉલેજિયમ દ્વારા અલાહાબાદ હાઈકોર્ટ માટે તેમના નામની ભલામણ નહીં કરવા અંગે સવાલો કરવામાં આવ્યા હતા
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સીજેઆઇ શરદ અરવિંદ બોબડેએ કહ્યું હતું કે મેં મારા જીવનમાં કોઈને સુપ્રીમ કોર્ટમાં આવીને કહેતા નથી જોયા કે મને હાઈકોર્ટનો ન્યાયાધીશ બનાવી દો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અરજી દાખલ કરે છે અને કહે છે કે તેને હાઈકોર્ટનો ન્યાયાધીશ બનાવવો જોઈએ એ ખૂબ જ અન્યાયી છે.
ખંડપીઠે કહ્યું હતું કે કોઈ પણ તે બનવા માગે છે એમ કહીને હાઈકોર્ટના ન્યાયાધીશ બની શકશે નહીં. જોકે ખંડપીઠે આ અરજીની સુનાવણી માટે સંમતિ આપી
તેના મહાસચિવ, કેન્દ્ર અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી ખંડપીઠે આ મામલે પુનર્વિચારણા માટે દાખલ કરેલી અરજી પર ચાર અઠવાડિયામાં જવાબ માગ્યો છે આ એક દુર્લભ ઘટનામાં છે
**
*દેશમાં સ્ત્રી સશક્તિકરણનું રોલ મોડેલ બનશે*
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તો શૂન્ય ટકા વ્યાજે લોન-ધિરાણ પણ મળવાનું છે. આ સમગ્ર યોજના પાથરણા પાથરી શાકભાજી, નાનો વ્યવસાય કરતી ગરીબ બહેનોને રોજે-રોજ વ્યાજે પૈસા લાવી ધંધો કરવો પડતો તેની માનસિક વેદનામાંથી બહાર લાવી અને તેને આર્થિક આધાર આપી પગભર કરવાની સંવેદનામાંથી પ્રગટી છે તેમ દ્રષ્ટાંત સહ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં બહેનોના સખીમંડળોને નોંધણી પછી પ્રોજેકટ બનાવવો પડતો. બેન્કમાં લોન મંજૂરી માટે આપવો પડતો ને પછી મહા મહેનતે લોન મળતી હવે આ સરકારે બેન્કો સાથે એવી વ્યવસ્થા ગોઠવી છે કે, મંડળ નોંધાય કે તરત જ તેને બેન્ક લોન આપે છે.
**
*આ સમગ્ર યોજના*
રાજ્ય કક્ષાએ પાંચ બેન્કો, ગુજરાત સ્ટેટ-કો ઓપરેટીવ બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક અને એક્સિસ બેન્ક દ્વારા આ યોજનામાં જોડાવા અંગેના MoU મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ૭૦ સ્થળોએ યોજાયેલા આ મુખ્યમંત્રી મહિલાઉત્કર્ષ યોજના ઇ-લોંચીંગમાં ૧૧ જિલ્લા સહકારી બેન્કો, ૬પ અર્બન કો-ઓપરેટીવ બેન્કો, ૪૩ ક્રેડીટ સોસાયટી મળી ૧૧૯ નાણા સંસ્થાઓ દ્વારા લોન્ચીંગના દિવસે જ નવા ૩૩૭ મહિલા ગૃપને લોન મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા.