રાજપીપળાની મીરા નામની સ્ટેશનરી ચલાવતી મહિલા સાથે રૂ.1 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ.

દિલીપ એન્ટરપ્રાઇઝ કંપનીના મેનેજિંગ પાર્ટનરની ઓળખ આપી પેપરના હોલસેલર તેમજ કંપનીનો કોન્ટેક્ટ ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે હોવાનું જણાવેલ ત્રણ હજાર રીમ કાગળનો ઓર્ડર કરાવી પૈસા માંગ્યા.
ચાલીસ ટકા રકમ રૂ.100000/- દીપાલી એન્ટરપ્રાઇઝના કંપનીના નામે મોબાઈલ પે એપથી ઓનલાઈનથી એકાઉન્ટ નંબરમાં જમા કરાવતા 1 લાખ ગુમાવ્યા.
બોગસ કંપની દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા. 26
રાજપીપળાની મીરા નામની સ્ટેશનરી ચલાવતી મહિલા સાથે રૂ.1 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં કરતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગતો અનુસાર દિલીપ એન્ટરપ્રાઇઝ કંપનીના મેનેજિંગ પાર્ટનર તરીકે અબ્દુલ હસન નામના વ્યક્તિએ પોતાની ઓળખ આપી પેપરના હોલસેલર તેમજ કંપનીનો કોન્ટેક્ટ ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે હોવાનું જણાવી મહિલાને વિશ્વાસમાં લઇ ત્રણ હજાર રીમ કાગળનો ઓર્ડર કરાવી પૈસા માંગેલા. વિશ્વાસમાં આવી ગયેલી મહિલાએ ચાલીસ ટકા રકમ રૂ.100000/- દીપાલી એન્ટરપ્રાઇઝના કંપનીના નામે મોબાઈલ પે એપથી ઓનલાઈનથી એકાઉન્ટ નંબરમાં જમા કરાવતા 1 લાખ પરત ન મળતા પોતાની સાથે છેતરપિંડી થયાનો અનુભવ થતા એક લાખ ગુમાવવાનો વારો આવતા મહિલાએ રાજપીપળા પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદી વૈશાલીબેન પ્રણવભાઈ મહેશચંદ્ર પંચાલ (રહે, રોયલ સીટી એએ 17 વડીયા)એ આરોપી અબ્દુલ હસનનામના વ્યક્તિ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી વૈશાલીબેન પ્રણવભાઈ મહેશચંદ્ર પંચાલ (રહે, રોયલ સીટી એ એ 17 વડીયા) જેઓ મીરા નામની સ્ટેશનરી ચલાવતા હોય આરોપી અબ્દુલ હસન નામના વ્યક્તિએ સીમ કાર્ડ નંબર.9662906129 થી કોમ્પ્યુટર રિસોર્ટના ઉપયોગથી વૈશાલીબેનના વહાર્ટસએપ નંબર પર મેસેજ કરી પોતે દિપાલી એન્ટરપ્રાઇઝ કંપની હેલીકાંડી અરસામા એ 4 પેપર હોલસેલ અને સપ્લાય કરતી કંપનીના મેનેજિંગ પાર્ટનર હોવાની ઓળખ આપેલ છે.કે તેમ જ બી 2 બી પેપરના હોલસેલર કંપનીનો કોન્ટેક્ટ ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે હોવાનું જણાવેલ. અને દસ વર્ષથી સારા રિલેશનમાં હોવાની લોભામણી વાતોમાં વૈશાલીબેનને વિશ્વાસમા લેતા અલગ અલગ કાગળની કંપનીના અલગ અલગ કાગળની જાડાઈ તેમજ અલગ અલગ સાઈઝના કાગળોની ત્રણ હજાર રીમ કાગળનો ઓર્ડર કરેલ જેનું કુલ રૂ. 2, 78,670/- જેટલી રકમ થતી હોય આરોપી દ્વારા ચાલીસ ટકા રકમ રૂ.100000/-દીપાલી એન્ટરપ્રાઇઝ કંપનીના નામે મોબાઈલ પે એપ ઓનલાઇન થી અલગ એકાઉન્ટનો નંબર.021710 0005625 મા નખાવી નાણા પડાવી લીધા હતા. ખોટો લોજિસ્ટિક નંબર તેમજ ખોટી હકિકત જણાવી વૈશાલીબેનને રૂપિયા પરત ન આપવા જણાવતાં પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કરતાં પોલીસે તપાસ આદરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા