જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે ગાંધીનગરથી PIU ટીમ પહોંચી.

જામનગર: જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે ICCU વિભાગમાં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગરથી ખાસ તપાસ માટે PIUની ટિમ જામનગરની ગુરુ ગોવિંદસિંગ (જીજી) હોસ્પિટલ પહોંચી છે, જેમના દ્વારા હોસ્પિટલના ICC યુનિટની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી અને તમામ ઝીણવટભરી માહિતી એકત્ર કરી હતી.
ગાંધીનગરથી તપાસમાં આવેલ PIU ના ઇલેક્ટ્રિકલ સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર પ્રતીક મેહતાના જણાવ્યા મુજબ ICCU માં થોડુંક નુકશાન થયું છે જેને એક મહિનાના સમયાંતરે ઉભો કરી દેવામાં આવશે. આગ લાગવાનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તે તપાસ કર્યા બાદ જ બહાર આવશે.