મુખ્ય સમાચાર. – કલ્પેશ મોદી.

⛈️🌨️જૂનાગઢ: માંગરોળના ઓછા ગામમાં SDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન – ત્રણ દિવસથી ફસાયેલા ત્રણ લોકોનો આબાદ બચાવ – ઘેડ પંથક જળમગ્ન, વાડી વિસ્તારમાં ફસાયા હતા લોકો.
🌩️🌩️#મહેસાણા
મોઢેરાના સૂર્યમંદિરનાં વરસાદ પછીના નયનરમ્ય દ્રશ્યો, સૂર્યકુંડમાં ઝરણા માફક વહ્યા વરસાદના પાણી, વરસાદ પછી સૂર્યકુંડમાં થઈ નવા નીરની આવક.
📱📱📞📞*40 સીમકાર્ડ અને 17 મોબાઇલ સાથે અમરેલી જિલ્લા જેલમાં ચાલતો ગેરકાયદેસર પીસીઓ ઝડપાયો*

પાંચ ખૂંખાર કેદીઓ સહિત રાજકોટનાં એક તબીબની ધરપકડ : રાજકોટનો તબીબ જામીન મેળવવા ખોટા મેડીકલ સર્ટીફિકેટ કાઢી આપતો હતો : સમગ્ર કારસ્તાનમાં કુલ 11 આરોપીઓની સંડોવણી : છની હજુ ધરપકડ બાકી : પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનો સપાટો.
🛕🛕🇮🇳ભાદરવી પૂનમના સમયગાળા દરમ્યાન અંબાજી ટ્રસ્ટ
દ્વારા આરતી, દર્શન, મહાયજ્ઞનું જીવંત પ્રસારણ કરાશે
▪તા. ૨૭ ઓગસ્ટથી તા. ૨ સપ્ટેઆમ્બર સુધી અંબાજી ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ-ટ્યુબ ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરાશે
********
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સંદર્ભે યાત્રિકોની સલામતી અને માઈભક્તોની લાગણીની ધ્યાનમાં લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૦૪/૦૯/૨૦૨૦ સુધી અંબાજી મંદિર સંપૂર્ણપણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો તા.૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ સુધીનો છે પરંતું કોરોના વૈશ્વિક મહામારીના લીધે મેળો બંધ છે. આ સમયગાળા દરમ્યાન માઇભક્તો ઘેરબેઠાં જ માતાજીના દર્શન, પૂજન, અર્ચના કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જીવંત પ્રસારણ-લાઇવ ટેલીકાસ્ટની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુટ્યુબ, ટ્વીટર તથા લાઇવ સ્ટ્રીમીંગ સર્વર ઉપર દર્શનનો લાભ લઇ શકશે.

ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લાઇવ વેબકાસ્ટીંગમાં માતાજીની સવાર-સાંજની આરતી, સમયાંતરે માતાજીના દર્શન, ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, ગબ્બર દર્શન, નૃત્ય મંડપ, યજ્ઞશાળામાં થનાર કાર્યક્રમ તેમજ ગત વર્ષના સાંસ્કૃતિક કાર્યક્રમોનું સવારે-૭.૩૦ થી મંદિર મંગળ થાય ત્યાં સુધી ઓનલાઇન જીવંત પ્રસારણ કરવામાં આવશે.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલ યજ્ઞ શાળામાં સાત દિવસ સુધી હોમાત્મક સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવશે. ૫૧ શક્તિપીઠના તેમજ યજ્ઞશાળાના બ્રાહ્મણો દ્વારા આ મહાયજ્ઞ કરવામાં આવશે. ૪૦ બ્રાહ્મણો ૫ દિવસ સુધી રોજના ૧,૦૦૦ ચંડીપાઠ કરશે. વિશ્વશાંતિ અર્થે ૧૦ લાખ જપ કરવામાં આવશે. ઉલ્લખેનીય છે કે, અગાઉ દેવસ્થાન ટ્રસ્ટમાં ૧૯૯૪માં શિખર કળશ સ્થાપન સમયે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞનો આધાત્મિક મહિમા અને મહત્વ અજોડ છે.

તા.૨૭/૦૮/૨૦૨૦, ગુરૂવાર દિવસથી માતાજીની મૂર્તિનો મહાભિષેક કરી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો શંખનાદ કરવામાં આવશે. તેમજ તા.૦૨/૦૯/૨૦૨૦, બુધવાર સાંજે-૪.૩૦ કલાકે પૂર્ણાહુતિ અને મહાઆરતી કરવામાં આવશે.

ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે દૂર દૂરથી લાખો યાત્રિકો પદયાત્રા કરીને અંબાજી આવી માતાજીના ચરણોમાં મસ્તક જુકાવી ધન્ય બનતા હોય છે પરંતું આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો બંધ હોવાથી અંબાજી ટ્રસ્ટ દ્વારા કરાયેલ લાઇવ ટેલીકાસ્ટની વ્યવસ્થાને લીધે દેશભરમાં અને વિદેશોમાં વસતા કરોડો માઇભક્તો ઘેરબેઠા પણ માતાજીના દર્શન કરી શકશે. અત્રે નોંધનીય છે કે, રજીસ્ટર થયેલા સંઘોને અને જે સંઘોની માંગણી આવી છે તેવા જરૂરીયાત સંઘોને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં પૂજન અર્ચન કરેલ ૧૪૦૦ ધજાઓ ભાદરવી પૂનમીયા સંઘ ટ્રસ્ટ મારફત ગત તા.૨૧ ના રોજ મોકલવામાં આવી છે. લાઈવ ટેલીકાસ્ટના સમાચારથી માઈભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે.
🚨💐ભાજપ નો ખેસ ધારણ પછી કોરોના નહીં થાય માટે યાત્રા ચાલે.
********
🌁સુરેન્દ્રનગર પોપટપરા આગળ રિવરફ્રન્ટ પાસે સાપ અને અજગર આવી ગયેલ છે.🌁
🚤🛶🚨નર્મદા બ્રેકીંગ
આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ( cisf ) ના હવાલે.
આજે યોજાઈ ઇન્ડકશન સેરેમની.
મુખ્ય વહીવટદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કલેકટર નર્મદાના અધ્યક્ષ સ્થાને યોજાઈ સેરેમની.
આજથી ગુજરાત પોલીસ પાસેથી અધિકારીક રીતે સુરક્ષા સંભાળશે cisf.
રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલ સહિત તમામ ઉચ્ચ અધિકારી હાજર.
🚒🚨જામનગર જી.જી.હૉસ્પિટલના ICU વૉર્ડમાં લાગીતી આગ.
ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર મેળવ્યો હતો કાબુ.
8 દર્દીઓ વૉર્ડમાં સારવાર હેઠળ હતા,તમામ સુરક્ષિત.
🚨🚨અમરેલી SP નિર્લિપ્ત રાયએ પકડ્યું જેલના VIP બેરેકમાં ચાલતું PCO: જામીન મેળવવા ખોટા મેડિકલ સર્ટિ પણ તૈયાર થતા.