*ગૃહમંત્રીએ ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી*

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.