મુન્દ્રા ની પી.ટી.સી કોલેજ માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી .

મુન્દ્રા , સમગ્ર દેશ રાજ્ય માં નવરાત્રી નો માહોલ જામ્યો છે. શાળા કોલેજ માં ગરબા નું આયોજન કરવામાં રહ્યું છે ત્યારે મુન્દ્રા ની શેઠ આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પીટીસી કોલેજ માં એક દિવસીય નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભે સ્ટાફ તથા તાલીમાર્થીની દ્વારા માતાજી ની આરતી કરવા માં આવી હતી. ત્યાર બાદ તાલીમાર્થી બહેનો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ માં સંગીત ના સથવારે ગરબે રમી હતી.


કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવતે જણાવ્યું હતું કે ભાવી શિક્ષિકા માં ધાર્મિક મૂલ્યો નું સિંચન થાય , તેમજ ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થાય તેવા ઉમદા હેતુ સાથે કોલેજ માં નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ. આયોજન ને સફળ બનાવ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.