*તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત*

સુરતના માંડવી નજીક તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત થયા છે. માંડવીના રામેશ્વર મંદિર પાસે બે યુવક અને એક કિશોર ન્હાવા પડ્યા હતા. જે દરમ્યાન ત્રણેયના ડૂબવાથી મોત થયા છે. ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સુરતના વરાછા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે