799 રૂપિયાથી કરો હવાઈ મુસાફરી ખાસ ઓફર

સરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયાએ તેના ગ્લોબલ નેટવર્ક પર જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે. કંપની 799 રૂપિયાના પ્રારંભિક કિંમતે દેશમાં ફ્લાઇટની ટિકિટ આપી રહી છે. આ ઓફર અંતર્ગત, તમે ફક્ત 4,500 રૂપિયાના પ્રારંભિક દરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટ બુક કરાવી શકો છો. એર ઈન્ડિયાના ઇકોનોમી ક્લાસની ટિકિટ પર વિશેષ છૂટ આપી રહી છે. જો કે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાહત દરે ટિકિટ આપવાના ફાયદા સાઉદી અરબ માટે લાગુ નથી.