🇮🇳🇮🇳 અમદાવાદ: વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે ત્યારે ડોક્ટર્સ, સફાઈકર્મીઓ, પોલીસ કર્મીઓ તેમજ સહુ કોઈ નિષવાર્થ સેવા સહકાર આપી કોરોના વોરિયર્સ તરીકે પોતપોતાની અડગ ફરજ નિભાવવી રહ્યા છે તેવામાં અમદાવાદના ઉદ્યોગપતિ એવા અનલ વાઘેલા પણ કોરોનાના દર્દીઓ માટે નિષવાર્થ સેવા એવું પ્લાઝ્મા ડોનેટ કરી દર્દીઓના જીવ બચાવવામાં અતિ મહત્વનો ફાળો આપી રહ્યા છે.
ગણેશ ચતુર્થી, સંવત્સરી નું મહાપર્વ અને સાથે દાદીમાની બીજી પુણ્યતિથિ ના પ્રસંગે તેઓ દ્વારા ત્રીજી વખત પ્લાઝમાનું દાન કરી તેઓએ ધન્યતા અનુભવી..સાચા અર્થમાં એક નાગરિક સાથે સાથે કોરોના વોરિયર્સ સાબિત થઈ રહ્યા છે જે ખરેખર પ્રસંશાને પાત્ર છે. આજે ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ નિરંતર કોરોનાના દર્દીઓ ના જીવ બચાવવા માટે નિરંતર તેઓના પડખે ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. આવા કોરોના વોરીયર્સને ખૂબ ખૂબ સલામ..