👉જુઓ ભાઈ આપણે પ્રચારમાં નીકળ્યા છીએ. માનુ છુ કે, સોશિયલ ડિસ્ટન્ટીંગ રાખવાનું છે.. પણ એટલા પણ દુર નંઈ જવાનુ કે તમને ફોન કરી બોલાવવા પડે..
👉સાલા આ વખતના પ્રચારમાં આપણે ફસાઈ જવાના.. આપણા અભણ ઉમેદવારને કમસે કમ પાંચ સુધીતો ગણતા આવડે છે.. છેક સુધી સાથે રહેવુ પડશે.. આપણે નહી છટકી શકીએ…
👉માતે ગાંધારી… આ કોઈ વિદુરનીતિ અંતર્ગત ષડયંત્ર થઈ રહયુ છે.. કેવળ પાડુંપુત્રો જ ચૂંટણીપ્રચાર કરશે.. શુ અમે સો ભાઈઓ ઘરે બેસીશુ..?
👉અલી વોટ આપવા જાવ તો બરાબર મેકઅપ કરીને જજો.. ત્યા માસ્ક ઉતરાવીને આપણને જોવે છે..
👉અલ્યા આ દારુનો હવાદ કેમ આવો લાગે છે?
મુરખ.. કેન્ડીડેટે સેનિટાઈઝર મોકલાયુ છે. દારુ તો હવે પછી આપશે…..
👉હવે EVM ઉપર આપણી ફિંગરપ્રિન્ટ પણ નંઈ પડે… મતલબ છેલ્લુ સબૂત પણ ગયુ.
👉આમેય રિઝલ્ટ અમને ખબર જ છે તો અમને નકામા શુ કામ હેરાન કરો છો.. – એક પ્રમાણિક EVM નો આક્રોશ
👉 કાર્યકર ભાઇઓ અને બહેનો સામાજિક અંતરને ભુલી ખભેખભા મીલાવીને પાર્ટીને જીતાડવાના પ્રયત્નોમાં લાગી જાવ… આચારસંહિતા વિરોધપક્ષ અને અપક્ષો માટે હોય છે.. આપણા માટે નહિ. આપણે માથે સાહેબ બેઠો છે… બોલો ભારત માતાની…..
👉”કયા બે.. માથેપે ગમછા.. મુહ પે માસ્ક.. હાથમે ગલોવ્સ. કોનું બેંક મેં ડાકા ડાલ કે આયો હો કાં..”
“નહી ના ભૈયા વૌટ ડાલ કે આયે હે.. અબ ડાકે લાયક બેંક ભી તો હોની ચાહિ…”
👉ઇલેક્શનતો અમે મેનેજ કરી લઈશુ… શુ લાગે છે ડોક્ટર… રિઝલ્ટના દિવસ સુધીમા તો મોટાભાઇ રિકવર થઈ જશેને….
👉 બિહારના મુખ્ય ચુંટણી કમિશ્નરના નાના છોકરાએ લેશન કરતાં કરતાં પુછ્યુ:” ડેડી આ’ આંખ આડા કાન’ નો શુ મતલબ થાય..
” મને નથી ખબર…”અકારણ ગુસ્સો કરતા ડેડી બોલ્યા.
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા