બનાસકાંઠા જિલ્લા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા થરાદ ખાતે આરોગ્ય મેળો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા થરાદ ખાતે આરોગ્ય મેળો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે થરાદ તાલુકાના પનોતા પુત્ર અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા તારીખ ૭/૧૦/૨૦૨૧ને ગુરુવાર ના રોજ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે સવારે આઠ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી જરૂરિયાત મંદ પ્રજા માટે આરોગ્ય મેળો અને સર્વનિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમ કે બાળરોગ નિષ્ણાત, પ્રસ્તુતિ રોગ નિષ્ણાત હાડકાના સર્જન આંખના સર્જન ચામડી રોગના નિષ્ણાત એમડી ફિઝિશિયન એમ.એસ જનરલ સર્જન દાંતના ડૉક્ટર લેબોરેટરી વિભાગ સહિત ના તમામ ડોક્ટર શ્રી ઓ હાજર રહેશે તો જરૂરિયાત મંદ પ્રજાને લાભ લેવા સાંસદ શ્રી દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે

ભરતસિંહ રાજપૂત થરાદ