*સુપ્રીમ કોર્ટમાં વકીલો સિવાય તમામને નો એન્ટ્રી*

સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોમવારથી માત્ર મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરવામાં આવશે. coronavirusને જોતાં બેંચની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાય કેસની સુનાવણી દરમ્યાન દલીલ કરનાર વકીલ જ કોર્ટમાં પ્રવેશી શકશે. સુનાવણી સાંભળવા માટે બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં