ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો. લિ.જૂના રાજુવાડિયાના તમામ કમિટિ સભ્યોને વ્યવસ્થાપક સમિતિના સભ્યો તરીકે ગેરલાયક ઠરાવી કમિટિમાંથી દૂર કરવાનો હુકમ કરતા ચકચાર.
કચેરીના સિનીયર ક્લાર્કને કચેરીની વહીંવટદાર તરીકે નિમણુંક આપતા ખળભળાટ.
રાજપીપલા, તા.21
ધી જૂના રજૂવાડિયા કો.ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સોશાયટી મંડળીમા કસ્ટોડિયન શાશન આવી ગયુ છે.નર્મદા જિલ્લા રજિસ્ટ્રારે તમામ કમિટિ સભ્યોને વ્યવસ્થાપક સમિતિના સભ્યો તરીકે ગેરલાયક ઠરાવી કમિટિમાંથી દૂર કરવાનો હુકમ કરી કચેરીના સિનીયર ક્લાર્કને કચેરીની વહીંવટદાર તરીકે નિમણુંક આપતા ચકચાર મચી જવા પામી છે.
ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો.લિ.જૂનારાજુવાડિયાની તા. ૩૦/ ૬/ ૨૦૧૪ના રોજ ઠરાવથી પાંચ વર્ષના સમય માટે વ્યવસ્થાપક કમીટીની નિમણુક કરવામાં આવેલ હતી.ત્યારબાદ છેલ્લી સાધારણ સભા તા;
૧/૦૮/ ૨૦૧૮ ના રોજ મળેલ છે.ત્યારબાદ કોઇપણ સાધારણ સભા મળેલ ન હોતી અને વ્ય. કમીટીની ચૂંટણી કે નિમણૂંક કરેલ નહી. તેમજ તા. 30/05/૨૦૧૮ના રોજ ચુંટાયેલા વ્ય.સભ્યોની મુદત પૂર્ણ થઇ ગયેલ હોઈ,આ અંગે કારણ દશક નોટીસ પાઠવેલ તેના જવાબમાં બે લેખીત નિવેદન પૈકી સંસ્થાના પ્રમુખએ બીજી મુદતમાટે નિવેદન આપેલ તેમજ, અન્ય પાંચ વ્ય.ક, સખ્યોએ કસ્ટોડીયન મુકવામાં આવેતો વાંધો નથી.તે મુજબનું નિવેદન આપેલ હતું.જે સબંધે આમુખ -૨ મુજબ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ – ૧૯૬૧ની કલમ ૮૧(૨)ની જોગવાઇઓ મુજબ મંડળીની વ્યવસ્થાપક કમીટીને દુર કરી વહીવટદારની નિમણુંક કરતો હુકમ કેમ ન કરવો તે બાબતે જરૂરી સ્પષ્ટતા કરતો લેખિત ખુલાસો આ કારણ દર્શક નોટીશ મળેથી દિન -૧પ માં કરવા જણાવેલ.જેમા બહુમતી વ્ય ક. સભ્યોએ પોતાના હોદ્દાની મુદત પૂર્ણ થઇ ગયેલ હોવાનું સ્વીકારી કસ્ટોડીયન મુકવાની માંગણી કરેલ હોઇ, નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર એચ. આર.પટેલે ગુજરાત સહકારી મંડળીઓના કાયદાની કલમ ૮૧ અન્વયે જુનારાજુવાડીયા કો.ઓ.માર્કેટીંગ એન્ડ
પ્રોસેસીંગ સો.લિ. જુનારાજવાડીયાના તમામ કમિટિ સભ્યોને વ્યવસ્થાપક સમિતિના સભ્યો તરીકે ગેરલાયક ઠરાવી કમિટિમાંથી દૂર કરવા નો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.અને તમામ સભ્યોને તેમના હોદા ઉપરથી દુર કરી તેની જગ્યા એડી.જે.પટેલ સિનીયર ક્લાર્કને કચેરીની વહીંવટદાર તરીકે નિમણુંક કરવાનો હુકમ કરેલ છે. અને તાત્કાલિક ચાર્જ મેળવી મંડળીની નવી સમિતીની રચના કરવાની કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે.
તસવીર : જ્યોતિ જગતાપ રાજપીપલા