*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*🌹તા. 20/08/2020- 🌹*
*ગુરૂવાર*
**
*સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ*
કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું મેરિટ લિસ્ટ 3 વર્ષ સુધી વેલિડ રહેશે કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આજે નોકરી માટે યુવાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેની જગ્યાએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. આ અંગે મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનુ મેરિટ લિસ્ટ 3 વર્ષ માટે વેલિડ રહેશે. તેનાથી યુવાઓને લાભ થશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં લગભગ 20 રિક્રૂટમેન્ટ એજન્સી છે. આ બધુ સમાપ્ત કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.
**નેતાઓ અને કાર્યકરોને દંડ થશે?
સોશિયલ ડિસ્ટન્સિગના ભંગ બદલ દુકાનો, મોલ, કોમ્પ્લેક્સને દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપના નેતાઓ જાહેરમાં બિનધાસ્ત બનીને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવી રહ્યા છે. તેમજ સામાન્ય લોકોને 1000નો દંડ કરતી સરકાર નેતાઓ અને કાર્યકરોને દંડ કરશે? ભાજપના નેતાઓનું ગજબનું ‘સોશિયલ ડિસ્ટન્સિગ સી.આર.પાટીલની રેલીમાં હજારો લોકો જોડાયા, નેતાઓ અને કાર્યકરો ગરબે પણ ઘુમ્યા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.આ રેલીમાં એકઠા થયેલા લોકોમાં જો કોઈને પણ કોરોનાનું સંક્રમણ હશે તો તે કેટલાને ચેપ લગાડી શકે તેની કલ્પના પણકરવી શક્ય નથી
**
*2 લાખ રૂપિયા વસૂલ કરી ઓનલાઈન જુગાર રમાડતા*
અમદાવાદના ભરતભાઈ પાસેથી UKમાં સર્વર ભાડે લીધું માસિક 1 લાખથી 2 લાખ રૂપિયા વસૂલ કરી ઓનલાઈન જુગાર રમાડતા ઓનલાઈન જુગારનો પર્દાફાશ:UKનું સર્વર ભાડે રાખ્યું, 30 વેબસાઈટ બનાવી ઓનલાઈન જુગાર રમાડતા સુરતમાં બે મહિલા સહિત 13ની ધરપકડ
13 લેપટોપ, 8 મોબાઈલ ફોન, ટીવી સહિત 8 લાખનો મુદ્દામાલ કબ્જે 30 ડોમેઈનમાં જુદી જુદી
**
*વેબસાઈટ બનાવી જુગાર રમાડાતો હતો*
આરોપીઓના નામ જીગર દિપકભાઈ ટોપીવાલા રાહુલ પ્રહલાદભાઈ પ્રજાપતિ કાર્તિક રવજીભાઈ હિસોરીયા હુશૈન નવસાદ કોકાવાલા ભાવિક કિરણભાઈ શેઠ ફલક મનીષભાઈ કાબરાવાલા જૈમેશ મુકેશભાઈ રાઠોડ અર્જુન કિરણભાઈ કંસારા કૃશાન નિમેષભાઈ કંસારા રાજ દિપસંદ આનંદ ઈશીતા દિપકભાઈ ગાંધી કૃપા નરેશકુમાર પેન્ટર શશાંગ રાજેન્દ્રકુમાર ટેલર ભરતભાઈ અને અરમેનિયાનો નારીક વોન્ટેડ
**
*10 બેંકોએ 19 હજાર કરોડની લોન માંડવાળ કરી*
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈએ જૂન ક્વાર્ટરમાં 4,630 કરોડ રૂપિયાની લોન જવા દીધી રાઈટ ઓફ છે. આ સિવાય બેંક ઓફ ઇન્ડિયાએ તેની ખાતાવહીમાંથી 3,505 કરોડ રૂપિયાની લોન કાઢી નાખી છે. કેનેરા બેંકે આ સમયગાળા દરમિયાન 3,216 કરોડની લોન જતી કરી છે.
**
*રાજકોટ મધ્યસ્થ જેલમાં પ્રતિબંધિત વસ્તુ ઘૂસાડનારા પાંચ કર્મચારીની ધરપકડ*
મધ્યસ્થ જેલમાં મોબાઇલ જેવી પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડનારાને પકડવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી. જે ટીમે પાંચ જેટલા જેલમાં જ ફરજ બજાવતાં કર્મચારીઓની ધરપકડ કરી છે.જેમાં હવાલદાર ખીમાભાઈ કેશવાલા, સુબેદાર છોટુભાઈ ચુડાસમા, જેલ સહાયક ભરતભાઈ ખાંભરા, જેલ સહાયક હરપાલસિંહ સોલંકી, જેલ સહાયક રાજદીપસિંહ ઝાલાની ધરપકડ કરવામા આવી છે.
**
*હવે દેશના વધુ 6 એરપોર્ટનું ખાનગી કરણ કરવાનો નિર્ણય*
નવી દિલ્હી મોદી કેબિનેટે એક કેબિનેટ બેઠક યોજી તેમાં ઘણા મુખ્ય નિર્ણય કર્યા છે. દેશના વધુ 6 એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન પ્રાઈવેટ પ્લેયરના હાથમાં આપવામાં આવ્યુ છે. તે સાથે જ નેશનલ રિક્રૂટમન્ટ એજન્સીને ગૌણ પોસ્ટ્સ માટે સામાન્ય પાત્રતા સાથે પ્રવેશ પરીક્ષા આયોજિત કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે
**
*સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું હવે રિયાની થશે ધરપકડ?*
નવી દિલ્હી બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની તપાસ હવે સીબીઆઈ કરશે.સુપ્રીમ કોર્ટે આ મામલે રિયા ચક્રવર્તીની અરજી ફગાવી દીધી છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ શકે છે?
**
*વન નેશન વન રાશન કાર્ડની વધી શકે છે સમય મર્યાદા*
નવી દિલ્હી રાષ્ટ્રીય લોકશાહી જોડાણ સરકારની વન નેશન વન રાશન કાર્ડ યોજનાની છેલ્લી તારીથ માર્ચ 2021 સુધી આગળ વધારી શકાશે. અત્યાર સુધી 24 રાજ્ય આ યોજના સાથે જોડાવવા માટે હા પાડી ચૂક્યા છે. બાકી રાજ્યોની સ્થિતિ વિશે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ નથી.
**
*ગોરધન ઝડફિયા જ કેમ શાર્પ શૂટરોના ટાર્ગેટે હતા?*
અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ગોરધન ઝડફિયાને યુપી, ઝારખંડ, મહારાષ્ટ્રમાં ખાસ જવાબદારી સોંપવામાં આવી હતીહિન્દુ નેતા તરીકેની છાપ અને 2002ના ગુજરાતના રમખાણોમાં ઝડફિયાની ભૂમિકાથી દુશ્મનાવટ ઊભી થઇ હોય?ગુજરાતના નેતા ગોરધન ઝડફિયાને શૂટ કરવા આવેલા શાર્પ શૂટરો અમદાવાદની એક હોટલમાંથી પકડાઈ ગયા છે
**
*સુશાંત કેસ: રાજકીય પ્રતિક્રિયા: ભાજપે કહ્યું મહારાષ્ટ્ર સરકાર જા’રિયા’ હૈ*
મુંબઈ સંબિત પાત્રાએ ટ્વિટ કરી શિવસેના પર કર્યા પ્રહાર.સુશાંત કેસની સીબીઆઈ તપાસ કરવા બાબતે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો રાજનેતાઓએ જણાવી પોતાની પ્રતિક્રિયા સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઈ તપાસ કરવા બાબતે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. સંજય રાઉતે કહ્યું- સ્ક્રિપ્ટ પહેલેથી જ નક્કી હતી
**
*લેડી ડોન ભૂરી અને કિર્તી પટેલ કહ્યું લાજપોર જેલની ભઈબંધી છે*
સુરત શહેરના વિવાદિત ચહેરા એવા લેડી ડોન ભૂરી અને ટીકટોક સ્ટાર કિર્તી પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને સાથે રહીને કહે છે કે, આ તો લાજપોર જેલની ભઈબંધી છે, એમાં કંઈ ના ઘટે…બાકી આમ જો મગજ હટે તો બધાના બાપ છીએ…અમારી જેલની ભઈબંધીમાં નજર ન લગાવતા હો. જોકે, આ વીડિયો ક્યારનો અને ક્યા ઉતારવામાં આવેલો છે તે અંગે કોઈ જાણકારી નથી.
**
*રાજકોટ: જસદણ ભડલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો*
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જસદણના ભડલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે. પોલીસે બોગસ ડોક્ટર પાસેથી 6 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
**
*સુપ્રીમ કોર્ટે PM Care Fundને NDRFમાં ટ્રાન્સફર માંગને ફગાવી*
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે PM Care Fund કેસમાં ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે, માંથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપી શકાતો નથી. તેમને વધુમાં કહ્યું કે, નવી આપત્તિ રાહત યોજનાની પણ જરૂર નથી
**
*ભારતે પાક સરહદે ‘તેજસ’ વિમાન ગોઠવ્યા*
નવી દિલ્હી: ચીન સાથે લદૃાખ સરહદે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતે રાજસ્થાનમાં આવેલી પાકિસ્તાનની સરહદે ભારતે બનાવેલા હળવા લડાયક વિમાન એલસીએ તેજસ’ ગોઠવ્યા છે.ભારતીય વાયુ સેનાના પાઇલટ રાજસ્થાનની સરહદ પર તેજસની મદદથી દિવસ અને રાત દરમિયાન ચાંપતી નજર રાખી રહ્યા છે.
**
*સુરતમાં ફરી એકવાર ખાડી પૂરનો ખતરો: ઉપરવાસમાં ભારે વરસાદ*
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી પરવત પાટીયા અને લિંબાયતમાં ખાડી પૂરના પાણી સંપૂર્ણ ઓસર્યા નથી ત્યાં ફરી ખાડી પૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
**
*જૂનું સોનુ કે જ્વેલરી વેચવા પર 3 ટકા GST લાગૂ થઈ શકે*
નવી દિલ્હી: રાજ્યની અંદર સોનાના પરિવહન માટે ઈ-બિલ આવશ્યક બની શકે છે. જીએસટી કાઉન્સિલ આ મામલે વિચારણા કરી રહી છે. મંત્રી સમૂહ આ અંગે સહમત થયા છે કે, કર ચોરી અટકાવવા રાજ્ય સ્તરે આ પ્રકારની જોગવાઈ થઈ શકે છે.
**
*શ્રીજી લોચા શોપના એક સાથે 6 કારીગર પોઝિટિવ દુકાન સીલ*
સુરતને આગવી ઓળખ અપનાવનારો લોચો જ કોરોનાના સુપર સ્પ્રેડર્સ બની ગયો છે. સીટી લાઈટ વિસ્તારમાં શ્રીજી લોચા શોપના ૬ કારીગરો કોરોના પોઝિટિવ આવતા દુકાનને સીલ મારી દેવાયું છે. એક લોચાની દુકાનમાં એક સાથે છ કારીગર કોરોના પોઝીટીવ આવતાં તાત્કાલિક દુકાન સીલ કરી દેવામાં આવી છે.
**
*15મી સપ્ટેમ્બર બાદ વિધાનસભા સત્ર મળી શકે છે*
અમદાવાદઆગામી 15મી ઓગષ્ટ બાદ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી શકે છે. કોરોનાની મહામારીને પગલે ખાસ બેઠક વ્યવસ્થા સાથે બે-ત્રણ દિવસનું સત્ર મળે તેવી સંભાવના છે. ચોમાસુ સત્રને પગલે વિધાનસભાના અધિકારીઓએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.આ
**
*કોબા કમલમ હવે મિની સચિવાલયમાં તબદીલ થઇ જશે*
મંત્રીઓને આદેશ કમલમમાં બેસો અને કાર્યકરોને સાંભળી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવો પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલે મોદી સ્ટાઇલ અપનાવી છે.નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પાટીલે હવે કમલમને મિની સચિવાલયમાં તબદીલ કરવા તખતો તૈયાર કર્યો છે
**
*વ્યાજબી ભાવના 8 દુકાનદાર સામે કાર્યવાહી*
ભાવનગર છેલ્લા પ માસ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં પુરવઠા વિભાગની ટીમે સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કેટલીક દુકાનમાં ગેરરીતિ મળી આવતા પુરવઠા વિભાગની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
**
*ડાકોર મંદિરનાં દ્વાર શ્રધ્ધાળુઓ માટે ખૂલ્યા*
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર મંદિર શ્રધ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવયા સરકારની ગાઈડલાઈન અનુસાર અને નીતિનિયમો મુજબ મંદિર ખુલશે. જો કે સુરત જીલ્લા સિવાયના તમામ જીલ્લાના યાત્રાળુઓ માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવયું છે
**
*વ્યાસે સાથી કર્મચારીઓને પણ 50 લાખનો ચૂનો ચોપડયો*
ગાંધીનગરગીફટસીટીમાં કાર્યરત એનએસઆઈ ઈન્ફીનીયમ ગ્લોબલ લીમીટેડ નામની કંપનીના હેડ એકાઉન્ટન્ટે ૮.૫૬ કરોડ જેટલી માતબર રકમ તેના અને પરિવારજનોના ખાતામાં જમા કરાવી દેતા ડભોડા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેના પગલે પોલીસે આ પૂર્વ કર્મચારીની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવ્યા છે.