*ગુજરાત પોલીસ પર પંજાબમાં ફાયરિંગ*

પંજાબના મોહાલીમાં દમણ પોલીસ અને બે આરોપી આમને સામને ફાયરિંગ કરી રહ્યા હતા..જેમા પોલીસે આરોપીના પગે ગોળી મારી. આરોપી સુખા પટેલ દમણ જિલ્લા પંચાયતનો પૂર્વ પ્રમુખ રહી ચુક્યો છે. દમણ પોલીસ સુખા પટેલ સહિત બે આરોપીને પકડવા માટે મોહાલી પહોચી હતી. 1 એપ્રિલ 2018ના રોજ દમણના ડાભેલ વિસ્તારમાં અજય માંજરા અને તેમના સાથી ધીરેન્દ્ર પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે તેમને ભાગેડું જાહેર કર્યા.