નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીનો સપાટો.

દેડીયાપાડા તાલુકાના ઉમરાણગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરતા ફફડાટ.

ફરિયાદ ને આધારે ૭૩ જેટલા રેશનકાર્ડ ધારકોનું ક્રોસ ચેકીંગ તથા રેશનકાર્ડ ધારકોના જવાબો લેવાયા.

અનાજ ખાંડ તેલ અને કેરોસીન નો જંગી જથ્થો વગેસગે કરવા બદલ દુકાનદાર ને રૂા.૧,૨૩, ૪૨૯/ – દંડ ફટકારતા ચકચાર.

રાજપીપલા ,તા.14

દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામની દેવરામભાઇ દાદુભાઇ વસાવા સંચાલીતપંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમા મોટા પાયે ચાલતી ગેરરીતી ઝડપાઈ છે.
જેમા ફરિયાદને આધારે ૭૩ જેટલા રેશનકાર્ડ ધારકોનું ક્રોસ ચેકીંગ તથા રેશનકાર્ડ ધારકોના જવાબો લેવાતા તપાસને અંતે મોટા પાયે ગેરરીતિ ઝડપાતા નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીએ દેવરામભાઇ દાદુભાઇ વસાવા સંચાલીત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારનો પરવાનો તથા અધિકારપત્ર કાયમી ધોરણે રદ કરવાનો હુકમ કર્યો છે .
તેમજ અનાજ ખાંડ તેલ અને કેરોસીન નો જંગી જથ્થો વગેસગે કરવા બદલ દુકાનદાર ને રૂા.૧,૨૩, ૪૨૯/- દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરજદાર રાયસીંગભાઇ ગીરીશભાઇ વસાવાએ તા.૦૧-૦૭-૨૦૨૦ના રોજ દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ખાતે કાર્યરત દેવરામભાઇ દાદુભાઇ વસાવા સંચાલીત પંડિત દીનદયાલગ્રાહક ભંડારમાં ચાલતી ગેરરીતી બાબતે આ કચેરીને ફરીયાદ કરી હતી અને મામલતદાર દેડીયાપાડા દ્વારા તેની તપાસ કરાઈ હતી.
પીએમજીકેવાય યોજનાના ચોખા રેશનકાર્ડ ધારકોને એપ્રિલ તથા મે-૨૦૨૦માં આપવા માં આવેલન હોતા.તથા ઓફલાઇન મેન્યુઅલી એન્ટ્રી કરી જથ્થો સગેવગે કરેલ હોવાનુ જણાયુ હતુ.

દુકાનદાર જાતે દુકાનનું સંચાલન કરતો નહોતો પરંતુ દુકાનદાર દ્વારા ખાનગી ઓપરેટર મુઝફફરઅલી મકરાણી સંચાલન કરતો હોવાનુ જણાયેલ.જે ગ્રાહકોને પુરેપુરો મળવાપાત્ર જથ્થો આપતો નહોતો .ગ્રાહકોને મળવાપાત્ર જથ્થાની ફુડ કુપન પણ જે તે ગ્રાહકને આપવામાં આવતી નહોતી.
મામલતદાર દેડીયાપાડા દ્વારા દુકાનની વિગતવાર તપાસણી કરવામાં આવેલ જે અંગે ક્રોસ ચેકીંગ કરતા દુકાનદાર દેવરામભાઇ દાદુભાઇ વસાવા જાતે દુકાન ચલાવતા ન હોવાથી તથા રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર પુરતો આવશ્યક ચીજવસ્તુનો જથ્થો આપતો ન હતો.દુકાન કામકાજના કલાકો દરમ્યાન ખોલતો નહોતો.

તેમજ વેચાણ થયેલ જથ્થા અન્વયે ૭૩ જેટલા રેશનકાર્ડ ધારકોનું ક્રોસ ચેકીંગ તથા રેશનકાર્ડ ધારકોના જવાબ લેતા ઘઉં ૩૭૮૩ કિ.ગા, ચોખા-૧૮૮૨ કિ.ગ્રા, ખાંડ-77 કિ.મા, ચણા/ચણાદાળ-60 કિલો મીઠું-60 કિ.ગ્રા તથા કેરોસીન-૩૩લીટર જેટલો જથ્થો રેશનકાર્ડ ધારકોને ઓછો આવી વગેસગે કરેલાનું જણાતા દેવરામભાઇ ચંદુભાઇ વસાવા સંચાલીત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર(સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન)નો પરવાના તથા અધિકાર પત્ર કાયમી ધોરણે રદ કરી અને પરવાના તથા અધિકાર પત્ર અન્વયેની પુરેપુરી ડીપોઝીટની કુલ રકમ રૂા.૫ooo/- તેમજ ૭૩ રેશનકાર્ડમાં ક્રોસ
ચેકીંગમાં વગે કરેલ ઘઉ–૩૭૮૩ કિ. ગ્રાની કિમંત રૂા.૧૮લેખે રૂા.૬૮૦૯૪-, ચોખા-૧૮૮૨ કિ.ગાની કિમંત રૂા.૨૨ લેખે રૂ.૪૧૪૦૪/-, ખાંડ-૭૭. કિ.ગ્રાની કિમંત રૂા. 33 લેખે રૂા.૨૫૪૧/-, તથા ,ચણાદાળ-60 કિલોની કિમંત રૂ.૮૦લેખે રૂ.૪૮O0 /-, મીઠું-60 કિ.ગ્રાની કિમંત રૂ.10 લેખે રૂ.600- તથા કેરોસીન-33 લીટરની કિમંતરૂા.30લેખે રૂા.૯૯૦/- મળી કુલ રૂ.૧,૨૩, ૪૨૯/- નો દંડ ફટકારતા દુકાનદારોમા ભારે ફફડાટ ફેલાયો છે.

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા