કરજણડેમમા સતત ઉપરવાસમાથી પાણીની આવકને પગલે ચોથે દિવસે ડેમના બેગેટ ખોલી તેમાથી ૮૬૦૦ કયુસેકપાણી છોડાયુ.

કરજણડેમમા સતત ઉપરવાસમાથી પાણીની આવકને પગલે ચોથે દિવસે ડેમના બેગેટ ખોલી તેમાથી ૮૬૦૦ કયુસેકપાણી છોડાયુ

કરજડેમની સપાટી સર્વોત્તમ ઉચાઈએ ૧૦૯.૨૪ મીટરે પહોચી

કરજણ બેગેટ ખોલાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઇ

કરજણ ડેમ ૭૦.૦૭% ભરાઈ ગયો

રાજપીપળા,તા૧૬

ઉપરવાસમા સતત ભારે વરસાદને પગલે કરજણડેમમાં છેલ્લા ચાર દિવસથી પાણીની આવક સતત વધતી રહી હતી.૧૫મી ઓગષ્ટના રોજ
સવારે ૮ વાગે ૨ મીટર ઉંચા ત્રણ ગેટ ખોલી રપ,૨૩૧ ક્યુસેક પાણી છોડવામા આવ્યુ હતુ. ત્યારબાદ બપોરે વરસાદનું જોર ઘટતા
કરજણડેમના બે ગેટ ૧ મીટર ઉચા ગેટખોલી તેમાથી બપોરે ૩ વાગે૮૮૩૯ કયુસેક પાણી છોડવામા આવ્યુ હતુ. જેમા
કરજણડેમની સપાટી૧૦૮.૮૫ મીટરે પહોચી હતી.લાઇવસ્ટોરેજ ૩૪૪.૭૮ મીલીયન ઘન મીટર,તથા ગ્રોસ સલેવલ ૩૬૮.૭૯ મીલીયન ઘન મીટરનોંધાયુહતુ.કરજણડેમમાં પાણી છોડવાથી ડેમ ૬૮.૪૫% ભરાયો હતો. જયારે હાઇડ્રોપાવરમા ૪રપ ક્યુસેકપાણી ડીસ્ચાર્જ થયુ હતુ.
જ્યારે બીજે દિવસે ૧૬ ઓગષ્ટ કરજણ ડેમના ૧ મીટર ઉચા બે ગેટ ખોલીને ૮૬૦૦ ક્યુસેક પાણી છોડવામા આવ્યુ હતું, જેમા
કરજણ ડેમની સપાટી ૧૦૯.૨૪ મીટરે પહોચી હતી.લાઇવસ્ટોરેજ ૩પ૩.૫૪ મીલીયન ઘન મીટર, તથા ગ્રોસ લેવલ ૩૭૭.૫૫મીલીયન ઘનમીટર નોંધાયુહતુ. હાઇડ્રોપાવરમા ૪૨૫ કયુસેક પાણી ડીસ્ચાર્જ થતુ હોઈ ફૂલ કરજણડેમમાથી 9033 કયુસેક પાણી
છોડવાથીકરજણ ડેમ ૭૦.૦૭ % ભરાઈ ગયો હતો.

ડેમમાથી કરજણ નદીમા કયુસેક પાણી છોડાતા કરજણ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામો રાજપીપળા, ભદામ, ભચરવાડા,હજરપુરા, ધાનપર,ધમણાછા ગામોની કરજણ નદીમા પાણી વધવાથી આગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, અને લોકોને નદીમા ન
જવા સાવધ કરાયા છે. મોલ હાઈપાવરના બંન્ને વીજ યુનિટો હાલ ચાલુ છે. જેમાથી ૪રપ ક્યુસેક પણી ડીસ્ચાર્જ થતા કરજણ
મનાબે પેનસ્ટ્રોકવડે પાણી 425 કયુસેક પાણી હાઈડ્રો પાવરમા જઇરહયુ છે. હાલ ચોમાસમા ડેમ ભરવા માટે પાણીનો સંગ્રહ
કરવામાં આવી રહયાં છે.જેમાથી પ્રતિદીન 72000 યુનીટ વીજળીનું ઉત્પાદન શરુ થઈ ૨હયુ છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા