ધોની તુંને તો રૂલા દિયા.. સલામ સાથે અલવિદા. ‘CAPTAIN COOL AND KIND ‘… મહેન્દ્રસિંહ ધોની. – કેડીભટ્ટ.

ધોની તુંને તો રૂલા દિયા..
અદભુત છે આ માણસ.નિવૃત્તિ તો જાહેર કરી પણ નહીં કોઈ પ્રેસ કોંફરન્સ,નહીં કેમેરાની ફ્લેશો,નહીં કોઈ નિવેદન..બસ ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકી અને કહી દીધું કે દોસ્તો..અલવિદા.
ચાર મિનિટ અને સાત સેકન્ડની એની વિડીયો રાત્રે 12 વાગ્યા સુધીમાં 1.3 કરોડ લોકોએ જોઈ લીધી છે.
ધોનીએ ગીત મૂક્યું..
“મૈ પલ દો પલ કા શાયર હું..”
ગીત શું મૂક્યું,જિંદગીનું અંતિમ સત્ય તેણે જણાવી દીધું.
સિદ્ધિ,સફળતા,કિર્તી, ચાહના બધું પલ દો પલનું છે.કાંઈ શાશ્વત નથી.બધું ક્ષણભંગુર છે.પલ દો પલની જવાની છે,પલ દો પલની કહાની છે,પલ દો પલની હસ્તિ છે.મારા પહેલા પણ કેટલાય આવી ગયા.એ પણ પલ દો પલના કિસ્સા હતા,એ પણ પલ દો પલના હિસ્સા હતા..

આજે હું છું,કાલે બીજા આવશે,મારાથી પણ સારા,મારાથી પણ શક્તિશાળી,મારાથી પણ સફળ.કાળના પ્રવાહ સાથે બધું ભુલાઈ જશે.જમાનો નહીં રોકાય મારા માટે..

કરોડો લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર,અને દંતકથારૂપ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર આ માણસે ખૂબ સહજ ભાવે નિવૃતી જાહેર કરી દીધી.શાસ્ત્રોમાં જેને નિસ્પૃહ અને વિરક્તભાવ કહ્યો છે તે કદાચ આ જ હશે…

ધોની તો યાદ રહેશે જ તેની આ ગરીમાપૂર્ણ નિવૃતી પણ કદી ભુલાશે નહીં.
Love you Dhoni
Wil miss you Dhoni

સલામ સાથે અલવિદા ‘CAPTAIN COOL AND KIND ‘… મહેન્દ્રસિંહ ધોની એ ક્રિકેટ જગત ને અલવિદા કહી..નિર્ણય તો કદાચ યોગ્ય જ ગણાય પણ વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટુર્ના મેન્ટો માં જવાબદારી પૂર્વક ની રમત અને ખાસ જવાબદારીપૂર્વક નું વર્તન કાબીલે દાદ જ એ બાબત નીરવિવાદ હકીકત છે..આંકડાઓ વગેરે તો ગુગલ અને નેટ પરથી મળશે પણ બોલરો ને મદદરૂપ માર્ગ દર્શન, પોતે બેટીંગ માં હોય ત્યારે સામે વાળા બેટસમેનો સાથે નું વર્તન આપણે જોયું જ છે..અને ફીટનેસ માટે ઉદાહરણ બનેલા ધોની ને રન દોડતો જોઈએ એ એટલે વધુ કશું કહેવાની જરૂર નથી રહેતી..શાંત મજબૂતી અને ખેલદીલી ની જીવંત મીસાલ મહેન્દ્રસિંહ ધોની ને સલામ…લાસ્ટ બોલ: ક્રિકેટ નાં મેદાન માં હવે હેલિકોપ્ટર કોણ ઉડાડશે??🙏🏿😆