*ધોરણ-12 સાયન્સની 14મીથી પ્રેકટીકલ પરીક્ષા, સુરત જિલ્લામાં 20 હજાર પરીક્ષાર્થી*

14 મી ફેબુ્રઆરીથી શરૃ થનારી ધો-12 વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા માટે આજથી ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરીને શાળાએ આપવાની રહેશે. સુરત અને જિલ્લામાં 20,000 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી પરીક્ષાની તૈયારીના ભાગરૃપે સૌ પ્રથમ લેવાનાર ધો-12 વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની હોલ ટિકિટની જાહેરાત કરી છે. તે મુજબ દરેક શાળા દ્વારા આજથી બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીના વિષયોની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યશ્રીના સહી સિક્કા કરીને પરીક્ષાર્થીને આપવાની રહેશે.