વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

વંઢ ગામે જઇ ફરાર
કેદીને ઝડપી પાડ્યો

રાજપીપલા તા 16

શ્રી હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક,
લોકલ ક્રાઈમ બ્રાન્ચ
વડોદરા વિભાગ, તથા હિમકર સિંહ, પોલીસ
અધિક્ષક, નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના
મુજબ રાજ્યની જેલોમાંથી પેરોલ-ફર્લો રજા
ઉપરથી ફરાર થયેલ કેદીનોને તેઓના રહેણાંક
તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી
પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી
કામગીરી કરવા સુચના મુજબ એલ.સી.બી. પીઆઈ એ.એમ.પટેલે તિલકવાડા પોલીસ મથકમા ઇ.પી.કો. ક્લમ ૩૦૨ના ખૂનનો આરોપી
કેદી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો અને
કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલહતો . જે પેરોલ રજા પુર્ણ થતા પરત
જેલ ખાતે હાજર નહિ થતા પેરોલ ઉપરથી ફરાર થઈ ગયો હતો. તેથી તિલકવાડા પોલીસે પ્રિઝન એક્ટ ૫૧ (૧) તથા ૫૧(બી) મુજબનો ગુનો નોંધી રારી કેદીને પકડવા પો.કો. મોગરાબેન સોમાભાઇને બાતમી મળતા
વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી લક્ષ્મનભાઇ પ્રભુભાઇ તડવી (રહે. વંઢ તા.તિલકવાડા)નો ફરાર કેદી
વંઢગામે હોવાની ચોક્કસ બાતમીને આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે વંઢ ગામે જઇ ફરાર
કેદીને ઝડપી પાડ્યો હતો . તિલકવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા