રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ભાજપા સરકાર ના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત ઐતિહાસિક ભાવ વધારાથી આમ જનતા ની
કમર તૂટી

રાજપીપલા ખાતે કોંગી કાર્યકરોના સરકાર વિરોધી સુત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન

રાજપીપલા, તા 11

ભાજપા સરકાર ના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખતપેટ્રોલ ડિઝલના ઐતિહાસિક ભાવ વધારા ના વિરોધમા નર્મદા કોંગ્રેસ દ્વારા રાજપીપલા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપા સરકાર ના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત ઐતિહાસિક ભાવ વધારાને તાત્કાલિક અસરથી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી

ભાજપા સરકાર ના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત પેટ્રોલ ડીઝલ ના ભાવમાં ઐતિહાસિક ભાવ વધારાથી સામાન્ય આમ જનતાની કમર તૂટીગઈ છે. એક તરફ કોરોનાની મહામારી મા લોકોના રોજગાર ધંધા બંધ થઈ ગયા છે તેવા સમય સતત વધતા જતા પેટ્રોલ ના ભાવ વધારાથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જેના વિરોધમાં આજે નર્મદા જિલ્લામા નર્મદા કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનકર્યું હતું.જેમાં રાજરોક્ષી ટોકીઝ, પેટ્રોલ પંપ પાસે, રાજપીપળા ખાતે કોંગી કાર્યકરોએપોસ્ટર બેનર પ્લેકાર્ડ સાથે સુત્રોચાર કરી સરકાર ને પ્રજા વિરોધી સરકાર ગણાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ધારા સભ્ય પી ડી વસાવા. જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળંદ,ગુજરાત પ્રદેશ મન્ત્રી પ્રફુલ પટેલ,ઇમ્તિયાઝ અલી કાદરી,જી.પી.સી. સી વર્કિંગ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટ,
સાહિનૂર પઠાણ રાજપીપલા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા,સહિતકોંગી કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ – ડિઝલ ના ભાવ વધારો કરી કરોના મહામારીના સમયે પ્રજા પર મોંઘવારીનો માર નાખી રહી હોય , પાંચ મહિના ગાળામાં ૪૩ વખત ઐતિહાસિક ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે બાબતે સખત વિરોધ નોંધાવી સત્વરે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.આજે રાજપીપલા પેટ્રોલ પંપ પાસે
સરકાર સામે આંદોલન કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો

તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા