અમદાવાદની વાસણા સ્થિત જાણીતી સંસ્થા જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર દ્વારા કોરોના કાળ માં પણ અનેકવિધ સેવાઓ સ્પે. બાળકો માટે અને સમાજ માટે અવિરત ચાલી રહી છે.



અમદાવાદની વાસણા સ્થિત જાણીતી સંસ્થા જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર દ્વારા કોરોના કાળ માં પણ અનેકવિધ સેવાઓ સ્પે. બાળકો માટે અને સમાજ માટે અવિરત ચાલી રહી છે.

દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પૂરો મે મહિનો ડિજિટલ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ને તેનું સમાપન એક સરસ રંગારંગ કાર્યક્રમ દ્વારા થશે. આ કાર્યક્રમ 5, જૂન ને શનિવારે સાંજે 4 થી 7 સમય દરમ્યાન ઓનલાઇન યોજાશે. જેમાં, સ્પે. બાળકો ગ્રૂપ ડાન્સ, સુપર મોમ ગ્રૂપ ડાન્સ, મંત્ર અને ઍરોબિક્સ ડાન્સ યોગા, પ્લે ઝોન, અંતાક્ષરી વિગેરે માં જોડાશે ને ખૂબ જ મજા સાથે સમર કેમ્પ નો છેલ્લો દિવસ ઉજવશે.

આ સમર કેમ્પમાં ગુજરાત ને ગુજરાત બહાર થી 70 જેટલાં બાળકો જોડાયા છે.

કોરોનાનાં અતિકપરાં કાળ માં તમે એકલાં નથી પણ અમે સૌ સાથે છીયે. આપણે જરૂર થી કોરોના ની જંગ જીતીશું એવો આત્મવિશ્વાસ આપવા સંસ્થા નાં હોદેદારો પણ આ કાર્યક્રમ માં જોડાશે ને બાળકો, વાલીઓ ને પ્રોત્સાહિત કરી જાગૃતતા ફેલાવશે.

સંસ્થા દ્વારા કોવિડ દર્દીઓ માટે 24×7, કોવીડ ૧૯ , મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન, નિષ્ણાતો સાથે કોવીડ 19, મેન્ટલ હેલ્થ, ચેસ્ટ ફિઝીયોથેરાપી, ઈમ્યુનીટી, મ્યુકર માઇક્રોસિસ જેવાં વિષયો પર લાઈવ ટોક શો, રાશન કીટ વિતરણ જેવી સેવાઓ પણ અવિરત ચાલું જ છે.

વિશેષતા તો એ છે કે આ કાર્યક્રમ માટે ૧૨ વર્ષની નોર્મલ દીકરી તનિસિ એ સ્પે. બાળકો અને મધર ને ડાન્સ શીખવાડયો છે તથા બીજી ૧૨ વર્ષની નોર્મલ દીકરી દિયાએ યોગા શીખવ્યા છે. પાંચ સુપર મોમ એ પણ સ્પે. ટીચર્સની જેમ જ સેશન લઈ ને અન્ય માતાઓ માટે પ્રેરણા રૂપ બની છે. જેની, ઝલક પણ આ કાર્યક્રમ માં સૌ નિહાળી શકશો.

આ નોંધનીય સમાચાર આપના જાણીતાં મીડિયા દ્રારા સમાજ સુધી અચૂક પહોચાડવા વિનંતી 🙏

– મેનેજીંગ ટ્રસ્ટી / યશેષ શાહ