“બ્રીજ બની શકે તેવી ગુજજુ પ્રતિભાની AMCને તલાશ”

અમદાવાદમા છેલ્લા બે વર્ષમાં બનેલા પાંચ બ્રીજ હવે નનામા નથી રહ્યા.. જે હજી આપણી વચ્ચે હયાત હોય એનુ પૂતળુ બનાવવાનુ અને બ્રીજનુ નામ આપવાની આપણને ખાસ ઉતાવળ નથી હોતી… આ પાંચેય નામ આપણી વચ્ચે નથી જેમા બે બિનગુજરાતી ઐતિહાસિક પુજ્ય પુરુષો છે. આ. રાણા પ્રતાપ.. અને શિવાજી મહારાજ.. જેમા બે બિનગુજરાતી રાજકીય લોકો છે. આ. સૃષ્મા સ્વરાજ અને અરુણ જેટલી.. પાંચમું છે નામ છે આત્મનિર્ભર ગુજરાત..
અડવાણીજી અને મુરલી મનોહર જોશીજી બ્રિજ બની શકે તેવી તમામ શક્યતા ધરાવે છે. પણ તેઓ ટાઈમીંગ બાબતે હંમેશા કાચા પડ્યા છે.. પ્રણવ મુખરજી પણ પુલ બનુ બનુ થઈ રહયા છે… હજી આપણે ત્યા ધણા પુલ બની રહ્યા છે.. અને મહાનુભાવો વધી જાય તો નવા બ્રિજ બનાવવાની પણ પ્રસાશનની તૈયારી છે…
:સૃષ્મા સ્વરાજ પુલની વિશેષતા:
અંજલિ ફ્લાયઓવર હવે આ. સૃષ્મા કૌશલ સ્વરાજને નામે ઓળખાશે.. આ પુલ એની હૂફાળી માનવતા માટે પ્રસિદ્ધ થશે… આ પુલ જરૂર પડે પોર્ટુગલ સુધી લાંબો થઈ શકશે.. મોદી અવટંકવાળા 700 કરોડના આસામી 425 કરોડના ગોટાળાબાજ અને જેની પત્ની પરદેશમાં કેન્સર પિડિત હોય તેવા લોકો માટે આ પુલ ખરેખર પુલની ગરજ સારશે.એમા પડેલા ભેદી વળાંકોથી તમે પુલ ઉપર અદ્શ્ય થઈને ડાયરેક્ટ વિદેશ પહોંચી શકશો.. એ આ પુલનું માનવીય પાસુ છે..
આ પુલના એક છેડે બ્રિટિશ સાંસદ અને બીજા છેડે ભારતીય ઊચ્ચાયુકતોને આસાનીથી જોડી શકશે. આ પુલથી તમે પાસપોર્ટ વગર પણ વિદેશમા અંતિમ ડચકાં ખાતી તમારી વ્હાલી બિમાર પત્નીનુ મ્હો જોઈ શકશો… આ પુલ આ બધુ કેવળ માનવતાના આધારે જ કરશે… આ નિસ્પુહ પુલ કેવળ પતિ અને પુત્રીની તરક્કી જ ઈચ્છશે.આવા પુલ ઉપર આવીને આપ શૃધ્ધ પ્રમાણિક ભારતીયતાનો અહેસાસ કરી શકશો .. આ પુલમા ધણા ગાબડા છે પણ કૂશળ રાજકીય એન્જિનિયરિંગ ટેક્નોલોજી એ એને ઢાંકી દીધા છે…
:અરુણ જેટલી પુલની વિશેષતા:
આદરણીય જેટલીજીએ નક્કી કરેલી કિંમતે દેશમાં રાફેલ લાવીને દેશ પહેલેથી જ એમને સન્માનિત કરી ચુકયો છે.. સંરક્ષણ નો મામલો હોય તો ત્યારે દેશમાં કશુક સસ્તુ ન આવી જાય એની દરકાર અને કાળજી રાખવાના એમના વિશૈષ ગુણને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ આ સન્માન આપી રહ્યુ છે.. આ પુલના શરુઆત કે વચ્ચે કે અંતના થોડા ભાગને અનિલ અંબાણી એવુ નામ આપ્યૂ હોત તો સારુ હતુ.. અનિલ પાછો ગુજરાતી તો ખરો…
ભવિષ્યમાં મા રાફેલ બગડી જાય કે સેવાનિવૃત થાય તો પુલની વચ્ચે મુકવાનુ પણ કોર્પોરેશન વિચારી રહી છે.. બરાબર ઇન્કમટેક્ષ ઓફિસની સામે અહિંસક લાકડી હાથમાં ધરી ઉભેલી ગાંઘી પ્રતિમા ઉપર અરુણ જેટલી (બ્રિજ) ઝંળુબશે..જે લોકોને ગાંધીનું મ્હોના જોવુ હોય તે લોકોમાટે આ આ પુલ સારો વિકલ્પ બની રહેશે.. ગાંધી માર્ગથી બચવા માટે પણ આ પુલ એક અસરકારક ઝરિયો સિધ્ધ થશે… લોકાર્પણ પણ પહેલા આ પુલમા ગાબડા પડવાની શરુઆત થઈ હતી.. ત્યારથી મને અંદેશો હતો કે આ પુલને જરૂર જેટલીજી સાથે સાંકળવામા આવશે… આ પુલ એની પ્રમાણિક રાફેલ ડિલ માટે હમૈશા યાંદ કરવામા આવશે…
:બાકીના અન્ય પુલ:
આપણે ઈન્દીરા પુલ અને ચીમનભાઈ પુલ ઓલરેડી સહન કરી રહ્યા છીએ. તો બે પુલ વધારે સહન કરીશુ… કમ સે કમ પુલના નામની બાબતે તો પેલો શેક્સપિયર સાચો છે.
“નામ મા શુ છે.. ‘
પણ અમદાવાદ કોર્પોરેશન ના મેધાવી અને નામચીન અને નામપાડુ સત્તાધીશોએ એક વાર ગુજરાતનો પૌરાણિક મધ્યકાલીન અને રાજકીય ઈતિહાસ એકાદ વાર વાંચી લેવાની જરૂર છે… ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસ મા પણ એવા નામો પડ્યા છે જે રાણાપ્રતાપ અને શિવાજી મહારાજની ખોટ પુરી શકે..(હા.. આત્મનિર્ભર ગુજરાત બ્રિજ એવુ નામ આપીને કોર્પોરેશને એની સબળ રમુજવૃતિનો પરિચય આપ્યો છે.. જેથી સમગ્ર અમદાવાદમાં ધન્યતાનો અહેસાસ કરી રહ્યુ છે)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા