કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દૂનિયા સામે નવી આફત અંતરિક્ષમાંથી આવી રહી છે. તેને લઇને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પરેશાન છે. જો દિશામાં સ્હેજ પણ પરિવર્તન આવ્યું તે પરિણામ ગંભીર હોઇ શકે છે.
માત્ર ગણતરીના કલાક બાકી છે જ્યારે ધરતી નજીકથી એક આફત પસાર થવાની છે. આમ તો આ આફત ધરતીથી લાખો કિલોમીટર દૂરથી પસાર થવાની છે પરંતુ અંતરિક્ષમાં આ અંતર બહું વધારે અંતર માનવામાં આવતું નથી. આ આફત રોકેટ કરતા ત્રણ ગણી વધારે ગતિથી પસાર થશે અને જો તે ધરતી અથવા કોઇ ગ્રહ સાથે ટકરાશે તો મોટી હોનારત થઇ શકે છે.
રોકેટ કરતા 3 ગણી બમણી ગતિએ ધરતી તરફ આફત વધી રહી છે આગળ
આ એસ્ટરોઇડને 52768 (1998 OR 2)નામ આપવામાં આવ્યું છે. આ એસ્ટરોઇડને નાસાએ સૌથી પહેલી 1998માં જોયો હતો. ત્યારે તેનો વ્યાસ આશરે 4 કિલોમીટર હતો અને તેની ગતિ 31,319 કિલોમીટર પ્રતિ કલાકની હતી એટલે કે આશરે 8.27 કિલોમીટર પ્રતિ સેકન્ડ. જે સામાન્ય રોકેટના ત્રણ ગણા કહીં શકાય. ત્યારે આવી દેખાય છે આ આફત…
ધરતીથી 63 લાખ કિલોમીટર દૂરથી થશે પસાર
જો કે, નાસાનું માનવું છે કે, એસ્ટરોઇડથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે ધરતીથી આશરે 63 લાખ કિલોમીટર દૂરના અંતરથી પસાર થવાનો છે. અંતરિક્ષ વિજ્ઞાનમાં આ અંતર વધુ માનવામાં આવતું નથી પરંતુ ઓછું પણ નથી.
ખગોળશાસ્ત્રી ડો.સ્ટીવન પ્રોવોએ તેના વિશે જણાવ્યું હતું કે ઉલ્કાના પિંડ 52768 સુરજનું એક ચક્કર લગાવવામાં 1240 દિવસ એટલે કે 3.7 વર્ષ લે છે. ત્યારબાદ એસ્ટરોઇડ 52768 (1998 OR 2)નું ધરતી તરફનું આગામી ચક્કર 18 મે 2031 આસપાસ થઇ શકે છે.
ભારત નજીકથી બપોરે 3.26 કલાકે પસાર થશે
જે સમયે આ આફત ધરતી નજીકથી પસાર થશે ત્યારે ભારતમાં બપોરના 3.26 મિનિટ થયાં હશે. સુર્યના કિરણોને કારણે તેને નરીઆંખે જોઇ શકાશે નહીં.