આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 14/08/2020-શુક્રવાર

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*🌹તા. 14/08/2020-શુક્રવાર🌹*

*શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: કોર્પોરેશન સામે ફરિયાદ નોંધાવી જોઈએ: ગુજરાત એડવોકેટ ગોવિંદ મેઘાણી*

*આગની ઘટનામાં પોલીસે ૮ દિવસ પછી ફરિયાદ નોંધાઈ અને તત્કાલ જજના નિવાસ સ્થાને જમીન*

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં પરિવારજનો અને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણીએ જણાવ્યુ હતું કે કાયદા મુજબ તાત્કાલિક શ્રેય હોસ્પિટલ, અને અમદાવાદ મહાનગર પાલિકા સામે ફરિયાદ નોંધાવી જોઈએ

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણીઅમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં પરિવારજનો અને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણીએ જણાવ્યું હતું કે, સેફ્ટી, મેજર વગર હોસ્પિટલ ચાલુ કરવી તે ગેરકાનૂની છે.આવી હોસ્પિટલમાં કોઈ બનાવ બને તો ફોજદારી ધારાની કલમ 304 મુજબ સાપરાધ મનુષ્ય વધનો ગુનો બને છે.

શ્રેય હોસ્પિટલ અને મહાનગર પાલિકાના જવાબદાર સત્તાવાળાઓ વિરુદ્ધ ગુનો બને છે. વધુમાં એડવોકેટ ગોવિંદ મેઘાણીએ જણાવ્યું કે, પોલીસે તપાસ કરી પુરાવાનુ મૂલ્યાંકન કરી ક્રિમિનલ પ્રોસિજર મુજબ કાર્યવાહી કરવી જોઈએ પોલીસને પૂરતા પુરાવાના મળે તો કોર્ટમાં સમરી રિપોર્ટ કરવો જોઈએ અને જે રિપોર્ટની મંજૂરી કોર્ટ દ્વારા પૃથક્કરણ બાદ અપાતી હોય છે.

એડવોકેટ ગોવિંદ મેઘાણીએ જણાવ્યું હતું કે, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 154 મુજબ કોઈપણ ગુનાની મૌખિક કે લેખિત માહિતી મળે તો પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવી જોઈએ. આ કેસમાં શ્રેય હોસ્પિટલ, અને અમદાવાદ મહાનગર પાલિકાન જવાબદાર સત્તાવાળાઓની જવાબદારી છે.

**
*શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ ધરપકડના 24 કલાકમાં જ હોસ્પિટલના મુખ્ય સંચાલક ભરત મહંતને જામીન*
અગ્નિકાંડ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતના જામીન મંજૂર અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને જામીન મળ્યા છે. તેમને પોલીસ દ્વારા જજના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટ દ્વારા ભરત મહંતને 15 હજારના બોન્ડ ભરી જામીન મળ્યા છે
**
*મીઠાઈ લેવા જાવ તો પહેલા વિચાર કરજો*
ગ્વાલિયા સ્વીટની દુકાન તંત્ર દ્વારા કરાઈ સીલ અમદાવાદ શહેરમાં ઘાતક વાયરસનો કહેર યથાવત છે ત્યારે માનસી ચાર રસ્તા પાસે આવેલી ગ્વાલિયા સ્વીટની દુકાન તંત્ર દ્વારા સીલ કરાઇ હતી .દુકાનમાં ત્રણ જેટલા શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મીઠાઈ લેવા જાવ તો પહેલા વિચાર કરજો
**
*અગામી ૨૪ ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે*
રાજ્યમાં હવે બોર્ડ દ્વારા પરીક્ષાનું નવું સમયપત્ર રજૂ કરવામાં આવ્યું છે. અગામી 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષાનું નવું એડિશન કાર્ડ ઓનલાઈન મુકવામાં આવ્યું છે.અગામી 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે
**
*ગુજરાતના ૫ પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહપ્રધાનના મેડલથી કરાયા સન્માનિત*
ગુજરાત પોલીસના 5 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહપ્રધાનના મેડલથી સન્માનિત કરાયા છે. વિવિધ ગુનાઓની તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશભરના કુલ 121 પોલીસ કર્મીઓને આ સન્માન અપાયું છે
*
*સુરત-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ*
ભારે વરસાદ અને ઓવરબ્રિજ નીચે રસ્તાનું કામ શરૂ કરાતા ટ્રાફિક સર્જાયો
સુરત અમદાવાદને જોડતા નેશનલ હાઈ વે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અંક્લેશ્વર અને કોસંબાની વચ્ચે રસ્તા પર પાણી ફરી વળવાની સાથે ઓવર બ્રિજની નીચે રસ્તાનું કામ ચાલતું હોવાથી રસ્તો બ્લોક થવાની સ્થિતિ સર્જાયેલી છે બન્ને તરફ અંદાજે 10 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈનો લાગી છે
**
*બેંગ્લોર હિંસાને લઈને ખુલાસો 300 લોકોની ગેંગનો હતો પ્લાન*
બેંગ્લોરમાં થયેલ હિંસાને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 તોફાની તત્વોએ 300 લોકોની ગેંગ બનાવી હતી. અને તેમનો પ્લાન પોલીસ જવાનોને મોતને ઘાટ ઉતારવાનો હતો
**
*સુરતના વેપારી સાથે માસ્કના નામે ૪૮ લાખ રૂપિયાની છેતરપિંડી*
મોટાવરાછા ખાતે રહેતા કાપડ વેપારી ઓનલાઇન 8.80 લાખ સર્જીકલ ફેસ માસ્ક ખરીદવામાં છેતરપિંડીનો શિકાર બન્યા હતા. ભેજાબાજે બેંગ્કોકની કંપનીના નામે વેપારીને શીશામાં ઉતારી કોટેશન મોકલી રૂપિયા ૩૨.૫૫ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ વધુ 15.59 લાખ દુબઇમાં કસ્ટમ ફીના નામે ભરાવડાવ્યા હતાત્યારબાદ વધુ ચાર્જ મંગાતા શંકા જતા વેપારીએ આખરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.
**
*સુરત શહેરમાં ટેસ્ટિંગ કીટ પાલિકા ફ્રીમાં આપશે*
રત્નકલાકારો પાસેથી કોરોના ટેસ્ટ માટે 750 રૂપિયા લેવામાં આવતાં કચવાટ જોવા મળતો હતો. આ અંગેની રજૂઆત આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણી, મેયર અને પાલિકા કમિશનર સાથે આ બાબતે મિટિંગ થઈ હતી.જેમાં રેપિડ ટેસ્ટ હવેથી ખાનગી લેબમાં કરાવી શકાશે અને આ માટે ટેસ્ટિંગ કીટ પાલિકા ફ્રીમાં આપશે તેવો નિર્ણય કરાયો છે
*
*ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો*
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે 37 જળાશયો 100 ટકા પાણીથી છલકાયા 57 જળાશયોમાં 70 ટકા પાણીની આવક થઈ છે 31 જળાશયોમાં 50 ટકા 38 જળાશયોમાં 25 ટકા અને 42 જળાશયોમા 25 ટકાથી ઓછા પાણીની આવક થઈ છે તો રાજ્યના 126 તાલુકામાં સરેરાશ 2 ઈંચ વરસાદ જેટલો વરસાદ નોંધાયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો. જળસપાટી 119.69 મીટર પર પહોંચી.
**
*ભાજપ 76 ધારાસભ્યોના દમ પર ગહેલોતની સરકાર ઉથલાવાના પ્રયાસો*
સચિન પાયલોટના બળવા બાદ તેમની છાવણીના 19 ધારાસભ્યો તૂટીને કોંગ્રેસમાં ફરી જોડાયા છે. હવે પાર્ટીને 107 ધારાસભ્યો થયા છે. ગેહલોતે બે ધારાસભ્યોનું સસ્પેન્શન પણ પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસ પક્ષ પાસે 10 અપક્ષો છે. બે ભારતીય જનજાતિ પક્ષના એટલે કે બીટીપીના છે, સીપીઆઈ (એમ) ના એક ધારાસભ્ય છે. રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્ય સુભાષ ગર્ગ પણ કોંગ્રેસ સાથે છે. આમ કોંગ્રેસના મતોની સંખ્યા 121 છે. પાઇલટ કેમ્પના ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ કોંગ્રેસને મત આપે છે, તો કોંગ્રેસને 124 ધારાસભ્યોનો ટેકો મળશે. અહીં ભાજપ પાસે 76 ધારાસભ્યોના મત છે જેમાં રાષ્ટ્રીય ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્યો અને અપક્ષનો ટેકો છે આવી સ્થિતિમાં ભાજપનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તેમ નથી
**
*સાવધાન: તમને કોલ +92 અને+01થી આવે તો ન ઉઠાવતા*
દેશમાં ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ફ્રોડના વધતા મામલાને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઈબર સુરક્ષા માટે ટ્વીટર હૈંડલ સાઈબર દોસ્ત પર યૂઝર્સને આ અંગે ચેતવણી આપવામાં આવી છે. સરકારે યુઝર્સને ફેક કોલ્સને લઈ ચેતવણી આપી છે. આવા કોલ્સથી સતર્ક રહો
*સુરતમિત્ર*
*એશિયાટિક સિંહોને અધિકારીએ ગણાવ્યા કમાણીનું સાધન*
એશિયાટિક સિંહોએ ગુજરાતનું અભિન્ન અંગ છે. ફક્ત ગુજરાત જ નહિં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે, પરંતુ ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સિંહ વિશે ખુદ વનવિભાગના જ અધિકારીઓની માન્યતા જાણશો તો તમે આઘાત પામશો. વિશ્વ સિંહ દિવસ નિમિતે આયોજીત એક વેબિનારમાં ગુજરાતના વન વિભાગના ઉચ્ચ અધિકારીએ એશિયાઇ સિંહ એવા નિવેદન આપ્યા છે કે જેનાથી વિવાદનો મધપૂડો છેડાઇ ગયો છે.વેબિનારમાં અધિકારીએ એશિયાટિક સિંહોને સંપત્તિ તરીકે નહીં પરંતુ કમાણીના એક સાધન તરીકે ગણાવ્યા
**
*કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ: વડાપ્રધાન*
નવી દિલ્હી: ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન આપવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી.આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરીન્ગ ધ ઓનેસ્ટ’ આપવામાં આવ્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યું કે પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.
**
*લાલ કિલ્લા પર ખાલિસ્તાનની ધ્વજ ફરકાવવાનું અમેરિકાથી એલાન*
સુરક્ષા વધારીઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) દ્વારા સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 2020ના રોજ મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. એલાનમાં જણાવાયું છે કે અમેરિકામાં રહેતા શીખ માટેના ન્યાયાધીશોમાંના એક ગુરવંતપંત સિંહ પન્નુએ 14, 15 અને 16 16ગસ્ટના રોજ લાલ કિલ્લા પર ખાલિસ્તાન ધ્વજ લહેરાવનારા શીખને 1.25 મિલિયન ડોલરની સહાય આપવાની ઘોષણા કરી છે.
**
*વેક્સિન વગર જ ઠીક થઈ જશે કોરોના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો*
વિશ્વના મોટાભાગના વૈજ્ઞાનિકો હાલમાં કોરોના વાયરસની રસી બનાવવામાં વ્યસ્ત છે. દુનિયામાં કોરોનાનાં આગમનને સાત મહિના કરતા વધુ સમય વીતી ગયો છે અને હવે આ રસી લગભગ તૈયાર થઈ ગઈ છે. રશિયાએ આ રસી બનાવવાનો દાવો કર્યો છે, પરંતુ અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં હજી પણ રસી પર કામ ચાલુ છે.જ્યા સુધી રસી બની રહી નથી ત્યા સુધી વૈજ્ઞાનિકોએ એક નવા જનરેશનનાં ઉપચારનો દાવો કર્યો છે. આના માધ્યમથી, કોરોના વાયરસના ચેપથી પીડાતા દર્દીઓને બીમાર પડવા દેવામાં આવશે નહીં અને તેમનો જીવ બચાવવા પર વધુ ભાર આપવામાં આવશે. વૈજ્ઞાનિકોનું માનવું છેકે જો મનુષ્યો ઉપર આ ન્યૂ જનરેશન સારવારના પરિણામો સફળ થવા લાગ્યા, તો તે આવતા વર્ષના પ્રારંભમાં તૈયાર થઈ શકે છે. આ ઉપચાર દ્વારા લોકોને સામાજિક અંતર વિના ફરવા માટેની સ્વતંત્રતા મળશે અને લોકો કોઈ પણ પ્રકારના ભય વગર બહાર ફરવા માટે સક્ષમ બનશે.
**
*3 કરોડ લોકોને મોદી સરકાર અડધો પગાર આપશે?*
કેન્દ્રીય શ્રમ મંત્રાલય બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચાર કરી રહી છે. નવા પ્રસ્તાવ મુજબ ESIC સાથે જોડાયેલા કર્મચારીઓને બેરોજગારી થવાની સ્થિતીમાં 6 મહિનાનો પગાર આપવામાં આવશે. આ ભથ્થુ છેલ્લી સેલેરીના 50%ની બરાબર રહેશે હાલમાં બેરોજગારીની સ્થિતીમાં છેલ્લી સેલેરીનાં 25 ટકાની બરાબરનું ભથ્થું આપવામાં આવે છે. તેના સિવાય ભથ્થાની અવધિ ફક્ત 3 મહિનાની જ હોય છે. એટલું જ નહી હાલનાં નિયમ મુજબ, આ સ્કીમનો લાભ એકવાર ઉઠાવી શકાય છે. પરંતુ હવે આ લિમિટને પણ ખતમ કરી દેવામાં આવી છે. ઈકોનોમિક ટાઈમ્સનાં રિપોર્ટ મુજબ, 20 ઓગષ્ટે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)નાં સદસ્યોની મીટિંગમાં આ પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો હતો. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો પછી ESICનાં 3.2 કરોડ સબ્સક્રાઈબર્સને ફાયદો થશે.
**
*ભાજપ શાસકોએ સ્મીમેરમાં કોરોના સામે અસરકારક પ્લાઝમા ડોનેટ માટે સુવિધા વધુ મજબુત કરાવી*
*સુરત પ્લાઝમા ડોનેડમાં રાજયમાં સૌથી આગળ શહેર બન્યુ*

સુરત: કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત નિવડી રહી છે. જે માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓને વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેરમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે કોવિડ કોન્વેકેશન્સ પ્લાઝમા બેંક ૫ જુલાઈ ૨૦૨૦ થી શરૂ કરવામાં આવી છે.

તેની ક્ષણતા વધારવા માટે જરૂરી ઇકયુપમેન્ટની ખરીદી મુદ્દે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતી. સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યુ હતું કે સ્મીમેર સ્થિત આ બેંકમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા ૩૦૦ ડોનર દ્વારા પ્લાઝમાનું દાન કરવામાં આવ્યું છે. અને આશરે ૫00 જેટલા કોરોનાનાં દર્દીઓને પ્લાઝમાની સારવાર પુરી પાડવામાં આવી છે.

તેમજ હાલમાં સ્મીમેર બ્લડ બેંક ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોન્ટેલેશન્સ પ્લાઝમાનું ક્લેકશન કરનાર બ્લડ બેંક છે. જેથી અહી પ્લાઝમા ડોનેશન માટે જરૂરી ટેસ્ટ કીટ વધુ ખરીદી મુદ્દે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતીજેને આજે સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવી છે.

પ્લાઝમા ડોનેશન પહેલા ટેસ્ટ જેવી કે SARS IgG Antibody, HIV, HBSAG, HCV, Syphilis જેવા રોગની તપાસ કરવામાં આવે છે. આ સાધન (CLIA PRINCIPLE પર આધારિત હોય) દ્વારા ઉપરોક્ત ટેસ્ટો વધુ સચોટ અને ઝડપી થઈ શકશે. જેથી આ તમામ કીટ ખરીદી કરવામાં આવી છે