ભાજપના કાર્યકર નિરંજન વસાવાનો સાંસદ મનસુખ વસાવાને સણસણતો સવાલ,“તમે કેટલા લોકોને રોજગારી અપાવી?

નર્મદા ભાજપના કાર્યકર નિરંજન વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવા સામે માથું ઊંચક્યું

મનસુખભાઈ ,રાજપીપલા અને નાંદોદ તાલુકો તમારો કાર્યવિસ્તાર નથી તમે અમારા વિસ્તાર મા ચંચુપાત ના કરો

તમારા કાર્યક્ષેત્ર મા ઘણા વિકાસના કામો બાકી છે ત્યાં ધ્યાન આપો
અમારા સંસદીય ક્ષેત્ર ન નેતા સાંસદ ગીતાબેન રાઠવા છે , તમે નહી
સોસિયલ મીડિયા મા રોક્ડુ પરખાવતા નિરંજન વસાવા

ખોટા આક્ષેપો પાર્ટીના કાર્યકર્તાઓ પર મૂક્યા છે તેની રજૂઆત આવનારા દિવસોમાં CM, PM અને ગુજરાત ભાજપ સંગઠનમાં કરવામાં આવશે.

રાજપીપલા તા 13

રાજપીપલા સિવિલ હોસ્પિટલની સુવિધાના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા નો આક્રોશ ચરમસીમાએ પહોચ્યો છે .સોશિયલ મીડિયા મા આમને સામને રાજકીય યુધ્ધ છેડાયું છે .બન્નેના સમર્થકો પણ આ યુધ્ધમા જોડાતા આ રાજકીય વાકયુધ્ધ જોર પકડતું જઈ રહયુ છે જેમા ભાજપા ના યુવા નેતા સાંસદ મનસુખ વસાવા પર ભરી પડી રહ્યા છે
બન્નેના સમર્થકોએ સોશિયલ મીડિયાને આક્ષેપ-પ્રતિ આક્ષેપનું માધ્યમ બનાવ્યું છે.
નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર નિરંજન વસાવાએ છેલ્લા 25-30 વર્ષથી સાંસદ તરીકે ચૂંટાયેલા મનસુખભાઈ વસાવા સામે માથું ઊંચક્યું છે, જેથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
છેલ્લા 2 દિવસથી બન્ને વચ્ચે સોશિયલ મીડિયામાં વોર ચલાવી રહ્યા છે ત્યારે નિરંજન વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવાને વેધક સવાલો પૂછતાંભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવોભર ચોમાસે રાજકીય ગરમાવો આવી ગયો છે.

સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને ઉદ્દેશીને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે જેમા મનસુખ વસાવાને વેધક સવાલો પૂછતા જણાવ્યુ છે કે તમે 25-30 વર્ષથી સાંસદ છો , તમારો ભરૂચ વિસ્તાર મોટો છે એની તમે ચિંતા કરો તો વધારે સારું. તમારા સંસદીય મત વિસ્તારમાં હજુ રસ્તાઓ ખરાબ છે, ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ મળતી નથી.
તમારા મતવિસ્તારમાં એશિયાની સૌથી મોટી જીઆઇડીસી આવેલી છે. તો તમે કેટલા લોકોને રોજગારી અપાવી, તમારા લીધે કોઈ વ્યક્તિ પોતાના પગભર ઉભા થયા હોય એવા કેટલાક લોકો છે? તમે મંત્રી પણ હતા તમારા વિસ્તારમાં વિકાસના કયા કામો કર્યા છે.?
વધુમાં જણાવ્યું કે તમારા મત વિસ્તારના લોકો હજુ પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે, તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થઇ રહેલી છે.

રાજપીપળા અને નાંદોદતાલુકો છોટાઉદેપુર સંસદીય ક્ષેત્રમાં આવે છે.
અમે અમારા વિસ્તારની સમસ્યાઓ માટે સાંસદ ગીતાબેન રાઠવાને રજુઆત કરીશું.તમે અમારા કાર્યક્ષેત્રમાં ચંચુપાત ના કરો તો વધુ સારું રહેશે.

તમારા લીધે જ નર્મદા જિલ્લામાં બે-બે વિધાનસભાઓ અને જે તે તાલુકા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડી છે.
જે કોઈ પણ નાનો-મોટો કાર્યકર અથવા હોદ્દેદાર અવાજ ઉઠાવે તો તમે તેનો વિરોધ કરો છો.

હું તો પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા છું . કોઈ ખોટું કામ કર્યું નથી.તમે જે ખોટા ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર મૂક્યા છે તેની રજૂઆત આવનારા દિવસોમાં CM, PM અને ગુજરાત ભાજપ સંગઠનમાં કરવામાં આવશે.
જો કે આ મુદ્દે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ થઈ શક્યો ન હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવેલ ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ જાહેરમંચ પરથી મનસુખભાઈનો હાથ ઊંચો કરી કહ્યું હતું કે આ છે મારો અસલી હીરો.સાંસદ મનસુખભાઈ વસાવાને રાજનીતિમાં 40 વર્ષ થયા છે હવે એમની વિરુદ્ધ આક્ષેપો લગાવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની 30 વર્ષના ભાજપ કાર્યકર નિરંજન વસાવાએ બાલીશ ધમકી આપી છે.
મનસુખભાઈ વસાવાના રાજકીય કાર્યકાળ દરમિયાન કોઈ પણ કાર્યકરે આવા આક્ષેપો લગાવ્યા નથી.
અન્યાય મુદ્દે મનસુખભાઈ પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ ફરિયાદ કરતા ગભરાતા નથી.
તો નિરંજન વસાવાના જાહેરમાં ગંભીર આક્ષેપો મનસુખભાઈ સાંખી લેશે કે પછી વળતો જવાબ આપશે એ હવે જોવું રહ્યું

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા