રાજપીપલા સિવિલ હોસ્પિટલની આરોગ્યલક્ષી સુવિધાની ખામીઓ સામે સાંસદ મનસુખ વસાવા અને નિરંજન વસાવાના શાબ્દિક ટપાટપી.

રાજપીપલા સિવિલ હોસ્પિટલની આરોગ્યલક્ષી સુવિધાની ખામીઓ સામે સાંસદ મનસુખ વસાવા અને
નર્મદા જિલ્લા સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાના શાબ્દિક ટપાટપી

બન્ને નેતાઓની સોશિયલ મીડિયામા છેડાયુ વાકયુદ્ધ

લોકપ્રશ્નોના રાજકારણમા દર્દીઓનો મરો

ભાજપાના રાજકીય નેતાઓની લડાઈમા રાજપીપલા સિવિલ હોસ્પિટલના ખસતા હાલ

વર્ષોથી તબીબો અને હોસ્પિટલની સુવિધાના નામે ખાસ કશુ થયુ નથી

રાજપીપલા સિવિલ હોસ્પિટલ તબીબો સ્ટાફ અને સુવિધાના અભાવે ખુદ બીમાર ! એનો ઇલાજ કોણ ક્યારે કરશે ?

ભાજપનાજ બે રાજકીય નેતાઓએ સિવિલ હોસ્પિટલની પોલ ખોલી

કોરોના વોરીયર્સને બિરદાવવાના બદલે તેઓની ખામીઓ કાઢીએ તે જરા પણ વ્યાજબી નથી-સાંસદ મનસુખ વસાવા

એસ્પિરેશન નર્મદા ડીસ્ટ્રીકમા અપૂરતા તબીબી સ્ટાફની તાત્કાલિક ભરતી કેમ થતી નથી ?-નિરંજન વસાવા

રાજપીપલા તા 13

ગરીબ દર્દીઓ અને સામાન્ય જનતા માટે આશિવાર્દરૂપ પુરવાર થયેલ
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ની એક માત્ર સિવિલ હોસ્પિટલ મા વર્ષોથી ડોક્ટર સ્પેશિયાલીસ્ટ અને અન્ય સ્ટાફ તથા દર્દીઓ માટે સારી અને ઝડપી ટ્રીટમેન્ટ માટે યોગ્ય સુવિધા નથી .જે અંગે અનેક વાર રજૂઆત થવા છતા સિવિલ હોસ્પિટલ આજે પણ તબીબો અને સુવિધાના અભાવે ખુબ બીમાર છે એનો ઇલાજ કરવા ના બદલે હાલ સોસિયલ મીડિયામા ભાજપાના બે નેતાઓ દ્વારા રાજકીય યુધ્ધ છેડાયુ છે .જે ભારે ચર્ચાનો વિષય બન્યો છે

તાજેતરમા આ હોસ્પિટલની સુવિધા અંગે નર્મદા જિલ્લા સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે સમયે કણસતા દર્દીઓ માટે હોસ્પિટલમાં અપૂરતી સુવિધાને લીધે ઘણા લોકોના મૃત્યુ થાય છે એવા આક્ષેપ સાથે સ્થાનિક પ્રશાસન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.તેમણે ચૂંટાયેલા સ્થાનિક નેતાઓને શોભના ગાંઠિયા ગણાવ્યા હતા અને તેનો વિડીઓ સોશિયલ મીડિયામા વાયરલ કરતા ભાજપાના સાંસદ ગુસ્સે થયા હતા અને કોરોના વાયરસને બિરદાવવા ના બદલે તેમની ખામી કાઢવા બાબતે મનસુખ વસાવાએ સામે સોશિયલ મીડિયા મા વાકયુધ્ધ છેડતા નિરંજન વસાવાએ પણ સાંસદના નિવેદનને ખોટુ નિવેદન જણાવી સામે વળતો જવાબ આપતા આ બંને ભાજપાના નેતાઓ રીતસર આમને સામને આવી ગયા હતા .અને બન્ને વચ્ચે સોશિયલ મીડિયામા રીતસરનુ વાકયુધ્ધ છેડાયુ હતુ .

. . . . . . . . . . . . . . . . .

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે
“ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીના કારણે મૃત્યુ પામેલા મરણના આંકડા પણ ખૂબ જ ચિંતાજનક છે. હાલમાં ભારતમાં કુલ 200 ડોક્ટરો તથા ગુજરાતમાં કુલ 23 ડોક્ટરો કોરોનાની સારવાર કરતા કરતા કોરોનાના સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા છે તથા સ્ટાફ નર્સ અને અન્ય સ્ટાફના મૃત્યુ દર તો અલગ જ છે.તેવા સમયે આપણે આ કોરોના વોરીયર્સને બિરદાવવાના બદલે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે તેઓની ખામીઓ કાઢીએ તે જરા પણ વ્યાજબી નથી
. . . . . . . . . . . . . . . . . .

ભાજપ સાંસદે સિવિલ હોસ્પિટલમા ડોકટર અને સ્ટાફ તથા અન્ય સુવિધાઓ નથી તેની વાત ખુદે સ્વીકારતા સિવિલ હોસ્પિટલની પોલ ખોલતા જણાવ્યુ હતુ કે રાજપીપળા સિવિલ હોસ્પિટલની સ્થિતિ વર્ષોથી આવી જ છે.તેમાં બે કે ત્રણ વખત મોટી હોનારત થતા બચી ગઇ છે.જેના કારણે હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણેના આધુનિક સાધનો રાખી શકાતા નથી.પરંતુ જીતનગર ખાતે નવી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથે બની રહી છે.હાલમાં જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, મેડિકલ ઓફિસર-2, એનેસ્થેટિસટ-1, તથા ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે અને 07 મેડિકલ ઓફિસર કાર્યરત છે, તેમાં 02 મેડિકલ ઓફિસરને કોવીદ હોસ્પિટલ ખાતે રોટેશનમાં રાઉન્ડ ધ ક્લોક તરીકે ફરજ બજાવવા માટે મોકલવામાં આવે છે.05 મેડિકલ ઓફિસરની પાસે પુરી હોસ્પિટલમાં વોર્ડ ડ્યુટી, ઈમરજન્સી ઓ.પી.ડી, જેલ ડ્યુટી જેવી સેવામાં કાર્યરત છે.

. . . . . . . . . . . . . . . . . .
ત્યારે તેની સામે નિરંજન વસાવાએ સાંસદ સામે સવાલ ઉઠાવતા જણાવ્યુ હતુ કે જશે.આપના દ્વારા સરકારમા રજૂઆત કરવા છતા એસ્પિરેશન નર્મદા ડીસ્ટ્રીકમા અપૂરતા તબીબી સ્ટાફની તાત્કાલિક ભરતી કેમ થતી નથી ? શુ આપણે આપણા નર્મદાના ગરીબ આદિવાસીઓ અને સામાન્ય જનતાને ડોક્ટર અને સુવિધા વગર મારવા દેવાના ? ક્યા સુધી દર્દીઓને મોતના ભરોસે છોડી વડોદરા રિફર કરતા રહીશુ ? ક્યા સુધી ?
. . . . . . . . . . . . . . . . . .

અને નિરંજન વસાવા એ આપેલા વળતાજવાબમા જણાવ્યુ હતુ કે નવી હોસ્પિટલ જલ્દી બને એ આપણા સૌ માટે સારી વાત છે. નવી હોસ્પિટલ એક વર્ષ પછી જો ચાલુ થવાની હોય તો એ જ્યારે ચાલુ થવાની હોય ત્યારે થશે . પણ ત્યા સુધી જૂની હોસ્પિટલમા વ્યવસ્થાતો વધારી જ શકાય ? આટલા વર્ષો
વિત્યા છતા સિવિલ હોસ્પિટલ ખુદ બીમાર છે ત્યારે એને સાજા કરવાની જવાબદારી કોની ? .જો હોસ્પિટલ જ ખુદ બીમાર હોય તો ગરીબ બીમાર દર્દીઓની સારવાર કોણ કરશે ? અને સુવિધાઓ કોણ આપશે ,? વડોદરા રિફર કરવાનુ બંધ ક્યારે થશે ? જેવા સવાલો ઉઠાવતા બે નેતાઓની ઉગ્ર ટપાટપીએ સિવિલ હોસ્પિટલની અનેક ખામીઓની પોલ ખોલી નાંખી હતી .

છેવટે આ નેતાઓની લડાઈ મા મારો તો ગરીબ દર્દીઓનો જ થઈ રહયો છે. બન્ને નેતાઓ પોત પોતાની રીતે કદાચ સાચા પણ હોય તો પણ મતભેદ વિસરીને જૂની સિવિલમા એસપીરેશન ડીસ્ટ્રીકમા ગરીબ દર્દીઓના હિતમા સરકારે ઉત્તમ સુવિધાઓ અને પૂરતા તમામ તબીબો સ્ટાફની નિમણૂક કરવાનો સમય આવી ગયો છે . તંત્ર બીમાર સિવિલ હોસ્પિટલ નો સત્વરે ઇલાજ કરાવે એવી આમ જનતાની પણ માંગ ઉઠી છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા