*સુરતમાં જૈનશાસનના સામૂહિક 77 દીક્ષાર્થીઓની દીક્ષા વર્ષીદાન વરઘોડો નીકળ્યો*

જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. 1548માં એટલે કે આજથી 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે