નર્મદા જિલ્લા મા મોતના આંકડા છુપાવતા આરોગ્ય તંત્રની પોલ રાજપીપલા સમશાન ગૃહ ખોલી નાંખી!
રાજપીપલા સહીત નર્મદામા કોરોના કાળમાં મોતના આંકડાએ 150નો આંકડો પાર કર્યો!
સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય
નર્મદામા છેલ્લા 39 દિવસમાં કૂલ 158ના અગ્નિ સંસ્કાર કરાયા
એપ્રિલમા 124અને મેં માસમાં 9 દિવસ મા 34ના અગ્નિસંસ્કાર કર્યા
સરકારી ચોપડે માત્ર 3 ના મોત!
રાજપીપલા, તા 9
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા કોરોના કાળમાં મોતના સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 39 દિવસથી મોતનો સિલસીલો ચાલુ છે. એક પણ દિવસ મોત ના થયું હોય એવું બન્યું નથી. રાજપીપલા સ્માશન ગૃહના મોતના સત્તવાર આંકડા બોલી રહ્યા છે. નર્મદામા છેલ્લા 39 દિવસમાં કૂલ 158ના અગ્નિ સંસ્કાર કરાયાછે. આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિદ મા દર્દીઓ દાખલથાય છે જેમાં ઘણા સાજા પણથાય છે પણ ઘણા દમ પણ તોડે છે.
નર્મદામા એપ્રિલમા 113અને મેં માસમાં નવ દિવસ મા 34ના રાજપીપલા સ્મશાન ગૃહ મા અગ્નિસંસ્કાર કરાયા છે
અત્યાર સુધીમાં નર્મદા મા 3575 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 45થી 50ની એવરેજથી કેસો મા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય છેતેમ છતાં આશ્ચર્ય ની વાત એ છે કે આરોગ્ય કોવીડ હોસ્પીટલ ના અત્યાર સુધી માત્ર 3નાજ આંકડા બોલે છે. આંકડા છુપાવતા આરોગ્ય તંત્રની પોલ રાજપીપલા સમશાન ગૃહના આંકડા એ પોલ ખોલી નાંખી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા