લોક જાગ્રૂતિ અર્થે સ્વચ્છતા માટે રાજપીપલા નગરમા ઘરે ઘરે 6 ટેમ્પાઓ નગરમા ફરી કચરો ઉઘરાવે છે .
ગાડી વાલા આયા તું કચરા નિકાલ નુ ગીત વહેલી સવારે મ્યુઝિક સાથે સ્વચ્છતાના ગીતો ગાતો ટેમ્પો ઘરે કચરો ઉઘરાવે છે
રાજપીપલા ,તા 13
નર્મદાના વડા મથક રાજપીપલાને રાજપીપલા નગરપાલિકાએ ક્લીન સિટી ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ લીધો છે .જેમા સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજપીપલામા ઘન કચરા વ્યવસ્થાપનનો પ્રોજેક્ટ હાલ હાથ ધરાયો છે .જેમા
વહેલી સવારે ઘર આંગણે કર્ણપ્રિય સંગીત સાથે સ્વચ્છતા નુ ગીત વાગે છે .
. . ગાડી વાલા આયા તું કચરા નિકાલ . . . સુનલો ભૈયા , સુનલો ભાભી ,કચેરે વાલી ગાડી મે તુમ કચરો ડાલો જી . . ઇધર ના ડાલો . . ઉધરના ડાલો કચરે વાલી ગાડી મે તુમ કચરા ડાલો જી . . . આ ગીત વગાડતા લોક જાગ્રૂતિ અર્થે 6 જેટલા ટેમ્પાઓવહેલી સવારે નગરની સ્વચ્છતા માટે રાજપીપલા નગરમા ઘરે ઘરે ફરીને કચરો ઉઘરાવે છે .
આ અંગે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યુ હતુ કે સરકાર ની
સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળરાજપીપલા નગરના દરેક વિસ્તામાકચરો ઉઘરાવવા કચરાના વાહનો ફરે છે .જેમા સૂકો કચરો અને લીલો કચરો એમ બે પ્રકાર ના અલગ કચરા ઉઘરાવાય છે .લોકોમા સ્વચ્છતા અંગે જાગ્રૂતિ આવે તે માટે લોકોએ જાતે જ પોતાનો કચરો વાહનમા નાખવાનો છે .જેમા પ્લાસ્ટિક વેસ્ટ .સોલિડ વેસ્ટ કચરાનુ ડમ્પિંગ કરી ટેન્ડર કરી કચરાના યોગ્ય નિકાલ અંગેની કાર્યવાહી હાથ ધરવામા આવશે
હાલ અમે સ્વચ્છતા અભિયાન જાગ્રૂતિ હેઠળલોકોને ગમે એવા સ્વચ્છતાના ગીતો તૈયાર કરાવ્યા છે જે લોકો સુધી માઈક દ્વારા નગરમા ગાડી ફેરવી લોકોને સંભળાવવા મા આવે છે.આ ગીતો લોકપ્રિય બન્યા છે .લોકો ગીતો સાંભળીને કચરો આપવા આવે છે .રોજનો નગરપાલિકા 6ટન કચરો ઉઘરાવે છે .
આ યોજના નો હેતુ એ છે કે લોકો ગમે ત્યા કચરો ન નાંખે ,ગંદકી ન કરે , લોકોનુ આરોગ્ય સારુ રહે .લોકો નગરને સ્વચ્છ રાખે અને લોકોમા સ્વચ્છતા અંગે ની જગ્રૂતિ આવે તે હેતુથી રાજપીપલા નગર મા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયુ છે .આ યોજના મે લોકો મા સારો એવો આવકાર મલ્યો છે .
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા