નર્મદા જિલ્લાનો વરસાદ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૬૫ મિ.મિ. (અઢી ઇંચ )વરસાદ ઝીંકાયો

અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૦૭ મિ.મિ. વરસાદ નોંધાયો

રાજપીપલા, તા 11

નર્મદા જિલ્લામા તા.૧૧ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૬૫ મિ.મિ.,(અઢી ઇંચ )નાંદોદ તાલુકામાં-૨૧ મિ.મિ.,એક ઇંચ ) સાગબારા તાલુકામાં-૧૭ મિ.મિ, તિલકવાડા તાલુકામાં-૧૫ મિ.મિ.,અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૭ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૬૪૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૫૦૬ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૩૦૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૨૮૮ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૨૪૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૯.૪૬ મીટર, કરજણ ડેમ- ૧૦૧.૬૨ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૧.૬૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૩.૦૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૦૩ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા