નર્મદાના ઉપરવારમા અતિભારે વરસાદને કારણે કરજણડેમમાં પાણીની આવકમા ધરખમ વધારો.

ઉપરવાસના સ્ત્રાવવિસ્તારોમાં ફૂલવાડી અને ઘાંટોવીની નદીઓમા પાણીની વધતી જતી સતત સપાટી

કરજણ ડેમ ૨૪ કલાકમા પ૩.૨૨ ટકા ભરાઈ જતાડેમ અડધો ઉપર ભરાઇ ગયો

કરજણ ડેમની સપાટીમાદર કલાકે ૧૫ સેમીનો ધરખમ વધારો

ડેમમાં પાણીની ભારે આવક ૧૩૩૭૯ કયુસેકઅને જાવક ૪ર૯ કયુસેક

કરજણડેમની સતત વધતીસપાટીનુ આખી રાત ડેમ સત્તાવાળાઓએમોનીટરીગ કર્યું.

ડેમ પાસેનાહાઈડ્રોપાવરના બંનેવીજ યુનીટોપણ ધમધમતા થયા.

કરજણડેમમા ૨૬૨.૭૩મીલીયન ઘન મીટર પાણીના જથ્થાનોસંગ્રહ થયો

જો સતત વરસાદ ચાલુ રહે તો આજકાલમા કરજણ ડેમ ના ગેટ ગમે ત્યારે ખોલવાની ફરજ પડશે. આ ચોમાસામાં ડેમ ૧૦૦%
ભરાવાની શક્યતા

ચોપડવાવડેમની સપાટીમા ક્રમશઃ સતત વધારો

રાજપીપળા,તા૧૩

નર્મદામા ગઈકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નાંદોદ તાલુકામા૪ઇંચ અને ઉપરવાસનાદેડીયાપાડા ૭.
ઈશ,તથાસાગબારામાં ૨.૫ અતિભારે વરસાદથઈ રહયો છે જેને પગલે નર્મદાના ઉપરવાસમા અતિભારે વરસાદને કારણેભરુચ
અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણડેમની આવકમા ધરખમ વધારો થવા પામ્યો છે.ઉપરવાસના સ્ત્રાવ
વિરતારોમા ફૂલવાડીઅને ઘાંટોલીની નદીઓમા પાણીનીઆવકસતત વધી રહી છે, કરજણ ડેમમાઆજે સત્તાવાર આંકડા પમાણે
રજણડેમમા ૧૦૪ મીમી(૪ ઇંચ), ઘાંટોલીયા ૧૮૮મીમી(૭ ઇચ), અને ફૂલવાડીમા ૧૭૦મીમી(૭ ઇંચ) વરસાદ થતા પાણીની
આવકકરજણ ડેમમા થવા પામી છે.આ પાણીની આવક કરજકડેમા થઇ રહી હોવાથી કરજણડેમની સપાટીમા ભારે વધારોદર કલાકે 15સેમીનો વધારો નોંધાયો છે. જેના પગલે ડેમમાં પાણીની ભારે આવક ૩૪૯૭૯ કયુસેક અને જવ,૪૨૯ કયુસેક નોંધાઇ છે.
કરજણડેમના સ્ત્રાવ વિસ્તારમા અનરાધાર ભારે વરસાદથઈ રહયો છે તેમા ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ઉપરવાસનુ
વરસાદી પાણી કરજણ ડેમમા આવતા ૨૪ કલાકમાં જ કરજણ ડેમ એકજ રાતમા ૪૯.૮૮ % થી ભરાઇને આજે સવારે
પ૩.૨૨% એટલેકે એક જ દિવસમાડેમ ૪ ટકા જેટલો વધુ ભરાઈ ગયો હતો.હજી પણ ઉપરવાસમા વરસાદ ચાલુ હોવાથી અને બે
દીવસ સુધી ભારે વરસાદની આગાહી હોવાથી સતત બે દીવસ વરસાદ ચાલુ રહેતો ડેમ સત્તાવાળાઓએ કરજણડેમમાંથી પાણી
છોડવાની શક્યતા જણાવી હતી. આ વર્ષે ચોમાસામાડેમ ૧૦૦% ભરાવાની શક્યતાડેમ સત્તાવાળાઓ વર્ણવી રહયા છે.

કરજણડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાલેના જણાવ્યા અનુસાર કરજણ ડેમનુ લેવલવધીને ૧૦૮.૯મીટર થઈ ગયુ હોવાથી રૂલ લેવલ વટાવવા હજી ૩.૮૮ મીટરની સપાટી જરુર છે. ત્યા સુધી પાણી છોડાશે નહી.સ્મોલ હાઈડ્રોપાવરના બને વીજયુનિટો હાલ ચાલુ છે. જેમાંથી ૪૨૯ ક્યુસેક પણી ડીસ્ચાર્જ થતા કરજણ ડેમના બે પેનસ્ટ્રોકવડે પાણી 429 કયુસેક પાણી હાઈ
પાવરમા જઇરહયુ છે.હાલ ચોમાસામાડેમ ભરવા માટે પાણીનો સંગ્રહ કરવામા આવી રહયો છે. જેમાંથી પ્રતિદીન 72000યુનીટ
વીજળીનું ઉત્પાદન શરુ થઇ રહ્યું છે. અમે આજે આખીરાતડેમમાં સતત વધતી જતી પાણીની આવક અને વધતી જતી ડેમની
સપાટીનુ મોનીટરીંગ કર્યું હતું. હાલ દેડીયાપાડા સાગબારા વિસ્તારોમા ખુબ સારોવરસાદ હોવાથી પાણીની મોટાપ્રમાણમા આવક થઇ રહી છે. જેથી જો આવનાર સમયમા સતત પાણીની આવક વધતી રહે અને ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલે પહોચે તો
ડેમના દરવાજા દરવાજા ખોલી પાણી કરજણ નદીમાં છોડાઇ શકે છે.

બીજીતરફ ચોપડવાવ ડેમની સપાટીમાં પણ ક્રમશ:સતત વધારો થઈ રહયો છે, જે સપાટી વધીને આજે ૧૮૩.૫૦મીટરે પહોચી છે

ગઇકાલે સતત ભારે વરસાદ થતાનાયબ કાર્યપાલક ઇજનેરેઅનેતેમની ટીમે કરજણ ડેમનુ દર કલાકે આખી રાત મોનીટરીંગ કર્યું
હતું.જેમા કરજણડેમની સપાટી ચાલુ સીઝનમ પહેલી વાર ૧૦૦ મીટરને પાર કરીને પણ વધીને ૧૦૪ .૮૧ મીટરે પહોચી હતી.
ડેમમા સારી આવક થતા ભરુચ નર્મદાના ખેડૂતો ખુશખુશાલ છે કારણકે કરજણ ડેમ ભરુચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી હોવાથી
કરજણના નવા નીરથી કેળા, શેરડી, કપાસ જેવા પાકને ખુબજ ઉપયોગી હોવાથી આ પાકનું ઉત્પાદન વધી જશે ઉપરાંત પક્ષીઓ,
જીવજંતુ અને મનુષ્યને પીવાના પાણીની સમસ્યા હલ થશે.

તસવીરઃ જ્યોતિ જગતાપ,રાજપીપળા