*એ.સી.બી.ની સફળ ટ્રેપ*
*ફરીયાદી* –
એક જાગૃત નાગરિક
*આરોપી* –
(૧) સતીષભાઇ ચંપકભાઇ પટેલ, કોર્પોરેટર
(વોર્ડ નં. ૩૮, ભેસ્તાન, સુરત મહાનગરપાલિકા)
રહે. પ્લોટ નં. ૭૨/૭૩, આર્દશ નગર સોસાયટી, ભેસ્તાન, સુરત
(૨) અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા, (ખાનગી વ્યક્તિ)
રહે. ડી- ૨/૫૦૫,
સુંદરમ રેસીડન્સીની સામે,
જીઆવ રોડ, ભેસ્તાન સુરત
ગુનો બન્યા –
તા:૧૨/૦૮/૨૦૨૦
લાંચની માંગણીની રકમ :-
રૂપિયા ૧૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :-
રૂપિયા ૧૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂપિયા ૧૫,૦૦૦/-
*ગુનાનુ સ્થળ* :
કાસારામ સોસાયટીના ગેટની સામે, ભેસ્તાન-જીઆવ રોડ,
જાહેર રોડ ઉપર
*ગુનાની ટુંક વિગત* :-
આ કામના ફરીયાદીના મિત્રના મકાનનું બાંધકામ ચાલતુ હોય જે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બાંધકામ કરવુ હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહી કરો તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દંઇશુ તેમ આરોપી નં. (૧) અને (૨) નાઓએ જણાવી પહેલા રૂપિયા ૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ બાદ રકઝકના અંતે રૂપિયા ૧૫,૦૦૦/- આપવા જણાવેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી આ કામના આરોપી નં. (૨) નાએ લાંચની રકમની માંગણી કરી સ્વીકારી એકબજાની મદદગીરી કરી આરોપી ન. (૨) પકડાય જઇ ગુનો કર્યો વિગેરે બાબત.
*નોંધ* : આરોપી નં.(૧) નાઓ ટ્રેપની કાર્યવાહી દરમ્યાન મળી આવેલ નથી.
*ટ્રેપીંગ અધિકારી* :-
શ્રી કે.જે.ચૌધરી,
પોલીસ ઇન્સ્પેક્ટર
સુરત શહેર એ.સી.બી પો.સ્ટે.
અને એ.સી.બી. સ્ટાફ
*સુપર વિઝન અધિકારી* :-
શ્રી એન.પી.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. સુરત એકમ,
સુરત