*શાબાશ…ગર્વ છે ગુજરાત પોલીસ પર….કોરોના કાળમાં અમદાવાદ શહેર પોલીસે શું કરી બતાવ્યું..! વાંચો.. અમદાવાદ શાહપુર પોલીસનો સંવેદનશીલ અભિગમ…*

અમદાવાદ:* પોલીસ કે ખાખી નામ પડે એટલે કા તો ટાંટિયા ઢીલા થવા લાગે અને કા તો એક પ્રકારનો તિરસ્કાર ભાવ માનસ પટલ પર છવાઈ જાય.. પોલીસની છબી સામાન્ય રીતે કેવી હોય એ કહેવાની જરૂર ન પડે પરંતુ એ જ પોલીસના હૃદયમાં જ્યારે સંવેદનાના સુર સાથે માનવતા માટે કંઈક અનેરા ઉદાહરણ દ્વારા કંઈક અલગ કરી બતાવે ત્યારે આજ પોલીસ માટે ગર્વની અનુભૂતિ થાય જ. જી હા ગુજરાત પોલીસ દ્વારા પણ આવું જ કંઈક અનેરું ઉમદા કાર્ય જોવા મળ્યું છે. અમદાવાદ શહેર શાહપુર પોલીસ દ્વારા પણ સંવેદનશીલ અભિગમ અપનાવી પોલીસના કાર્યને ગર્વ સાથે કહી શકાય તેવું માનવતાભર્યું કાર્ય કરી બતાવ્યું છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં શાહપુર પોલીસ દ્વારા કોરોના કાળમાં ગરીબ લોકોને વહારે આવી તેમની જઠરરાગીનીને તૃપ્ત કરવાનો અભિગમ સાર્થક કરી બતાવ્યો છે. શાહપુર પોલીસ કર્મીઓ દ્વારા આવા કોરોના કાળમાં જરૂરિયાતમંદ વૃદ્ધો, નાના બાળકો અને મહિલાઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાત મંદ લોકોને ખીચડી અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને જોતા કોરોના કાળમાં પોલીસ દ્વારા માનવતાના આ ઉમદા કાર્યને ગરીબ લોકો દ્વારા પણ અવકારવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ શાહપુર પોલીસ આવી સેવાકિય પ્રવુતિ ચાલુ રાખશે જેને જોતા લોકોના માનસમાં પોલીસ પ્રત્યે છપાયેલી છબીને આવા ઉમદા કાર્યો દ્વારા પ્રસંશનીય કહી શકાય એ વાત ગુજરાત પોલીસ સાથે સાથે શહેરના નાગરિક માટે ગર્વની વાત સાબિત કરે છે. આવા ઉત્તમ અને ઉમદા કાર્ય માટે એક સલામ તો અમદાવાદ શહેર પોલીસ માટે બને જ છે..