કવિતા નું શિર્ષક : ” ૨૬ જાન્યુઆરી ”
સ્વતંત્રતાનું આ નવલું નજરાણું,
અમે સાચવીશું ગર્વથી મસ્તાનું.
સ્વતંત્રતાનો આ સોનેરી પર્વ,
લાવે છે હર સાલ નવો ઉમંગ.
આ ઉમંગ ન કદી ઘટશે,
કે ના કદી ઝાંખો પડશે,
એવો છે આ રૂડો પ્રસંગ.
આ ઉમંગ ન કદી ઝંખવાશે,
કે ન કદી એ નંદવાશે,
એવો છે આ સૌનો મનગમતો પ્રસંગ.
કરોડો ભારતવાસીઓનાં જશ્નનો છે આ પ્રસંગ,
હરખ સમાતો નથી ભારતવાસીઓનાં હૈયામાં,
એવો છે આ પવિત્ર પ્રસંગ.
શસ્ત્ર-સરંજામ વગર ચાલી લડત વરસોવરસ,
બાપુએ અપાવી આઝાદી અમને હિંસા વગર.
ન ભૂલાશે કદી આઝાદીની આ સંગીન લડત,
ન ભૂલાશે ભારતમાતાનાં એ વીર સપૂતોની શહાદત.
આંખો ભરાઈ આવે છે ક્રાન્તિકારીઓની વીર ગાથા થકી,
અભિમાન થઇ આવે છે શહિદોનાં મહાન બલિદાન થકી.
આવો મહાન છે અમારો આ દેશ…. ભારત.
સત્-સત્ નમન છે મારા દેશના વીર સપૂતોને,
સત્-સત્ નમન છે મારા વીર સપૂતોના જન્મદાતાઓને,
સત્-સત્ નમન છે મારી વ્હાલી ભારતમાતાને…..
( કવિ : શ્રી શૈલેષ પટેલ, આર્ટિસ્ટ, વડોદરા)