રાજપીપળા, તા. 11
નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે જુગાર ના અડ્ડા પર રેડ કરતાં જુગારના સાહિત્ય સહિત ચાર જુગારીઓને પોલીસે ધરપકડ કરી છે.
જેમાં ફરિયાદી પો. કો. વિકેશભાઈ દરિયાભાઈ રાજપીપળાએ આરોપી કાંતિભાઈ જેઠાભાઈ વસાવા, કનુભાઈ ભીખાભાઈ વસાવા, નિતેશભાઇ ઈશ્વરભાઈ વસાવા, મુકેશભાઈ કરશનભાઈ પટેલ તમામ (રહે,જીઓરપાટી, નવીનગરી) સામે ફરિયાદ છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓના પત્તાપાના થી હારજીતનો જુગાર રમી રમાડતા અંગઝડતી માંથી મળેલ રૂ.220 /- તથા દાવ પરના 150 /- મળી કુલ કિં. રૂ.370/- તથા મોબાઇલ નંગ. 1 કિ.રૂ 500 /- નો કુલ કિ. રૂ. 870/- ના જુગાર ના મુદ્દામાલ સાથે પકડાઈ રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા