3 મહિનાથી જંગલ સફારી બંધ છે,ત્યારે સફારી પાર્કના આ પશુ-પક્ષીઓની મેડિકલ તપાસ રેગ્યુલર કરવામાં આવી રહી છે.
ખાસ કરીને વિદેશી જાનવરોની લેવા માં આવે છે – રતન નાલા.
હાલ ચોમાસાની ઋતુમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ દેખરેખ માટે અને ખાસ પક્ષીઓ અને પશુઓને ટ્રેન કરવા 200 થી વધુ સ્પેશિયલ ટ્રેનિંગ આપી રહ્યા છે.
રાજપીપલા, તા.9
નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી, ત્યાર બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. હાલ સમગ્ર દેશમાં જયારે કોરોના મહામારી ને કારણે છેલ્લા 3 મહિનાથી જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ છે. જોકે આ સફારી પાર્કના આકર્ષણ સમાન વિદેશી પશુ-પક્ષીઓ હાલ તો આરામ ફરમાવી વિહરતા જોવા મળે છે. જોકે પ્રવાસીઓ તેમને નિહાળી શકતા નથી. લૉકડાઉન ના કારણે બંધ થયેલા સફારી પાર્કમાં હાલમાં પશુ-પક્ષીઓ મોજથી વસવાટ કરી રહ્યા છે.
આ સફારી પાર્કમાં અલગઅલગ 1500 જેટલા જાનવરો અને પક્ષીઓ લાવવામાં આવ્યા છે.જેમાં ઑસ્ટ્રેલિયા,આફ્રિકા જેવા દેશમાંથી પણ જાનવરો અહીં લાવવામાં આવ્યા છે.હાલ કોરોના વાયરસ ની ઈફેક્ટ સમગ્ર દેશમાં છે, ત્યારે જંગલ સફારી પાર્કમા પણ જાનવરોની મેડિકલ તપાસ રેગ્યુલર કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિદેશ થી જે જાનવરો લાવવામાં આવ્યા છે.જેમ કે અલ્પાકા લાંબા,ઇમુ,ઓસ્ટ્રેલિયન કાંગારું,અને એક્ઝોટિક તથા આઇવરી માં જે પક્ષીઓ છે તેમનું ખાસ ધ્યાન રખાય રહ્યું છે.
હાલ ચોમાસા ની ૠતુ માં પ્રાણીઓ અને પક્ષી માટે ખાસ દેખરેખ માટે અને ખાસ પક્ષીઓ અને પશુઓને ટ્રેન કરવા 200 થી વધુ સ્પેશિયલ ટ્રેનર ટ્રેનિંગ આપી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝનમાં અહીંયા વિદેશી પ્રાણીઓ તેમજ પક્ષીઓની હાલત ખૂબ સારી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા